વાંકાનેરમાં મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના અંતર્ગત સર્વધર્મ સમભાવ સંમેલનનું પંચાશીયામાં આયોજન

- text


આગામી તારીખ 13 ના પંચાસીયા ખાતે સર્વધર્મ સમભાવ સંમેલનમાં મોરારીબાપુ અને મીરસાહેબ બાપુ એક જ સ્ટેજ ઉપરથી સર્વધર્મ સમભાવનો લોકોને સંદેશો આપશે.

વાંકાનેર : આગામી તા. 13 મી માર્ચના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ડૉ. હાજીભાઈ બાદી સંચાલિત સહયોગ વિદ્યાલયમાં મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના અંતર્ગત સર્વધર્મ સમભાવ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે.

વાંકાનેરમાં આ સૌપ્રથમ સર્વધર્મ સમભાવ સંમેલન થઇ રહ્યું છે, જેમાં એક જ સ્ટેજ ઉપરથી હિન્દુ ધર્મના કથાકાર મોરારીબાપુ અને મોમીન સમાજના ધર્મગુરુ મીરસાહેબ બાપુ આ સર્વધર્મ-સમભાવ સંમેલનમાં ઉપસ્થિત રહેલ બંને ધર્મ અને સમાજના લોકોને સર્વધર્મ સમભાવનો સંદેશ આપશે. તેમજ મળતી માહિતી મુજબ આ સંમેલનમાં મોટીવેશન સ્પીકર સંજય રાવલ અને જેવો એ પંચાસીયામાં અભ્યાસ કર્યો છે તેવા જીતુદાન ગઢવી પણ પધારી રહ્યા છે.

- text

સર્વ ધર્મ સમભાવ સંમેલન પંચાસીયા ગામ ખાતે સહયોગ વિદ્યાલયમાં આગામી તારીખ 13 મી માર્ચના રોજ સમય બપોરે ૨ થી ૪ દરમિયાન આયોજન થઈ રહ્યું છે. હાલમાં આ સંમેલનને સફળ બનાવવા માટે સહયોગ વિદ્યાલયના સંચાલક અને ગાંધીવાદી, વિચારક ડો.હાજીભાઈ બાદીની આગેવાનીમાં પંચાસીયા ગામના સરપંચ, પંચાસીયા ગામના વતની અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપરાંત તાલુકામાંથી અન્ય સહયોગી મિત્રો અને વડીલો મહેનત કરી રહ્યા છે.

આ સર્વ ધર્મ સમભાવ સંમેલનમાં આયોજકો તરફથી આમ જનતાને સહ પરિવાર પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે .

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text