મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વીંગ દ્વારા મહિલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો : જાહેર આમંત્રણ

- text


વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી શક્તિ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમની હરિફાઈનું આયોજન

મોરબી : 8 માર્ચ આંતર રાષ્ટીય મહિલા દિવસ એટલે નારી શક્તિની ગૌરવગાથાને બિરદાવવાનો સુવર્ણ અવસર છે. ત્યારે મોરબીમાં જુદા જુદા સામાજિક અને ક્રાંતિકારી કાર્યો કરીને શહેરીજનો દેશભાવના મજબૂત બનાવતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા 8 માર્ચે વિશ્વ મહિલા દિનની ગરિમાપૂર્વક ઉજવણી કરાશે. વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે નારી શક્તિ વિષય પર સાંસ્ક્રુતિક કાર્યક્રમની હરિફાઈનું આયોજન કરાયું છે.

- text

મોરબીમાં વિવિધ પ્રેરણાદાયી, સામાજિક, શૈક્ષણિક તથા ક્રાંતિકારી પ્રવૃતિઓ કરીને શહેરીજનોમાં રાષ્ટ્ભક્તિની ચેતના જગગવા હરહંમેશ સરાહનીય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વીંગ દ્વારા નારીશક્તિ ને બિરદાવવા માટે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ગરિમાપૂર્વક ઉજવણી કરવાનું સુંદર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.જેમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે 8 માર્ચને સાંજે 4 થી 7 મોરબી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે મહિલા શક્તિ વિષય પર સાંસ્ક્રુતિક કાર્યક્રમની હરીફાઈ યોજાશે. જેનો મોટી સંખ્યામાં શહેરભરની મહિલાઓને લાભ લેવાનું આહવાન કરાયું છે.આ કાર્યક્રમ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપના સમાજમાં આદિઅનાદિ કાળથી સ્ત્રીને દેવી શક્તિનો અવતાર માનીને આદર અને માન સન્માન આપવામાં આવે છે.જોકે કેટલાક કુરિવાજોમાં ઉતરોતર સામાજિક જાગૃતિ આવતી જાય છે.અને આપણો સમાન સ્ત્રી સશક્તિકરણની ખુબજ આગળ વધતા હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સ્વમાનભેર ઉતરોતર પ્રગતિના સીમાચિન્હો સર કરી રહી છે.ત્યારે મહિલાઓની ગૌરવગાથા પ્રેરણાદાયી હોય અન્ય મહિલાઓ પણ પ્રોત્સાહિત થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની વધુ વિગતો માટે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વીંગનામો.98254 88733 અને 98259 41704 તથા 95120 85444 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text