પીએમના કાર્યક્રમ માટે મોરબીની 21 બસો ફાળવી દેવાતાં મુસાફરો રઝળી પડ્યા

- text


ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ

મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય રૂટો જ કેન્સલ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મોરબીના એસ ટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ઉપરથી આવેલા આદેશ મુજબ મોરબી એસટી ડેપોની 21 બસોને આજે જામનગરમાં પીએમ મોદીના યોજાયેલા કાર્યક્રમ માટે ફાળવી દીધી હતી. જોકે આ તમામ બસો મોરબીના જુદાં જુદાં ગ્રામ્ય વિસ્તારોના રૂટની છે. મોરબી એસટી ડેપોમાં કુલ 54 બસો છે .આ બસો વિકસિત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ઘણી ઓછી પડે છે. ત્યારે તેમથી 21 જેટલી બસો ફાળવી દેવાથી મુસાફરોની માઠી દશા થઈ ગઈ છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા અનેક છાત્રો આજે રૂટો કેન્સલ થવાથી રઝળી પડ્યા હતા.બીજીતરફ ખાનગી વાહન ચાલકો મનમાની ચલાવી મનફાવે તેવા મુસાફરીના ભાવો વસુલ કરતા અનેક મુસાફરો લૂંટાયા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text