૧૯૭૧ના યુદ્ધમાં ચાર પુરી સબ્જી ખાઈને બે દિવસ સરહદની રક્ષા કરી ‘તી : મોરબીના નિવૃત આર્મીમેન

- text


હાલ દેશની સરહદે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે માજી સૈનિકોએ વાગળી 1971ના યુદ્ધ વખતેની પરિસ્થિતિ

મોરબી : હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. ત્યારે ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯૭૧ના ભારત- પાકિસ્તાન વચ્ચેના જંગમાં પાકિસ્તાનને ભારતે ઘૂંટણીયે ટેકવી દીધું હતું. આ જંગના સાક્ષી એવા મોરબીના એક્સ આર્મીમેને યુદ્ધમાં સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે ૧૯૭૧ના યુદ્ધમાં તેઓએ માત્ર ૪ પુરી અને સબ્જી ખાઈને બે દિવસ સરહદની રક્ષા કરી હતી.

પુલાવામાં થયેલ હુમલા બાદ ભારતે પાકિસ્તાનનાં બાળાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી જે બાદ પાકિસ્તાન તરફથી પણ વળતો પ્રહાર કરાયો આમ બન્ને દેશ વચ્ચે ભરી તણાવ ભર્યો માહોલ સર્જાયો હતો. એક તરફ વાયુસેના પોતાનું પરાક્રમ બતાવ્યું તો બીજી તરફ આર્મી પણ પોતાની તાકાતથી દુશ્મનોને ધૂળ ચખાવી રહી છે. હાલ બન્ને દેશની સરહદ પર સર્જાયેલી તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે મોરબીના માજી સૈનિકો 1971નાં પાકિસ્તાન સાથેના યુદ્ધ સાથે સરખાવી રહ્યા છે. 1964માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા વીર જવાન ઓનર લેફ્ટનન્ટ રસિકલાલ શાંતિલાલ લવાએ પોતાની સ્મૃતિ વાગોળતા જણાવ્યું હતું.કે 1971માં યુદ્ધ જાહેર થયું હતું.જે બાદ અમને કચ્છની બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા.ખૂબ ઓછા સામાન સાથે અમે રાતના 10 વાગ્યે બોર્ડર પર પહોંચ્યા હતા જ્યાથી બીએસએફની ટીમે અમને પાકિસ્તાનની જલીલ તલાઈ પોસ્ટનો કબ્જો સોંપ્યો હતો.

- text

અમેં પોસ્ટ પર પહોંચ્યા તે પહેલાં પાકિસ્તાની આર્મીના જવાનો તેમનો સામાન અને હથિયાર મૂકી ભાગી ગયા હતા. જલીલતલાઈ ઉપરાંત બરતલા, નગરપારકર , વીરવાવ વીંગી સહિતની ચેક પોસ્ટ અમે કબ્જો મેળવી તેમની સુરક્ષા અમે સાંભળી હતી.અમે આખી રાતના સમયે રણમાં જીપ હંકારી હતી.સવારે 3 વાગ્યાની આસપાસ માત્ર થોડી પુરી અને સબ્જીથી અમે આખી રાત અને દિવસ સુધી રહી સરહદની સુરક્ષા કરી હતી.પીવાના પાણી અમે સ્થિર પડેલા કુવાથી લેતા હતા જોકે તેમાં પણ દુશ્મનોએ ઝેર મેળવ્યુ હોવાનૉ ભય રહેલો હોય છે. જેથી અમારે સાવચેતી પૂર્વક ભરી તેની તપાસણી કર્યા બાદ પાણી પીતા હતા. રણ વિસ્તારમાં અમે જીવનાં જોખમે સરહદ પર ઉભા રહ્યા હતા. લગભગ 7 દિવસ જેટલો સમય થયો હતા દરમીયાન યુદ્ધ વિરામ થયું અને અમે પાછા કચ્છ બોર્ડર આવ્યા અને ત્યાંથી ફતેહગઢ જતા રહ્યા અને પાકિસ્તાનના કેદીઓની સુરક્ષા કરી હતી.દેશની સેવા માટે અમે જીવની બાજી આપીએ છીએ હાલ દેશની સ્થિતિ જોઈ ફરી અમને રણભુમી આવી યાદ આવી જાય છે.

માજી સૈનિક અશોકસિંહ જાડેજાએ એરફોર્સના જવાન અભિનંદનનાં છુટકારા પર આંનદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરહદપાર કોઈ જવાન અન્ય દેશની સરહદમાં પહોંચી જાય ત્યારે તેમની સ્થિતિ વધુ મુશ્કેલ જનક બની જતી હોય છે. પરંતુ અભિનંદનને મુક્ત કરી દેવાતા સમગ્ર દેશમાં ખુશી વ્યાપી ગઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text