મોરબીના વધુ એક ઉધોગપતિને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસે દસ લાખ પડાવ્યા

- text


ફેસબુકમાં બનેલી ફ્રેન્ડને મળવાનું ઉધોગપતિને મોંઘું પડ્યું

મોરબી : ચોટીલા પંથકમાં થોડાદિવસ પહેલા ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતી સાથે નિરાંતની પળો માણવા ગયેલા મોરબીનાં ઉદ્યોગપતિને પોલીસનાં નામે ધમકાવીને દશ લાખનો તોડ થઈ જતાં ચોટીલા પોલીસે યુવતી તથા તેના મળતીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ મોરબી નજીક સિરામીક ટાઈલ્સનું કારખાનુ ધરાવતા અશ્વિનભાઈ મધુભાઈ પટેલ(ઉ.૪૨)નાં ફેસબુક ઉપર રીંકલ પટેલ નામની છોકરીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે ઓળખાણ અને વાતચીતોનો સિલસિલો ચાલુ થયો હતો. બાદમાં યુવતીએ બ્યુટી પાર્લરનો કોર્ષ કરવા ૧પ હજાર રુપિયા આંગડીયામાં મોકલવાની વાત કરતા ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ રુબરુ મળશું ત્યારે આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ગત તા.પનાં રોજ યુવતીએ ચોટીલા મળવા બોલાવતા અશ્વિનભાઈ બ્રેઝા કારમાં ચોટીલા પહોંચ્યા હતા. જ્યાં હાઈવેની હોટલમાં જમી લોન્ગ ડ્રાઈવ પર આણંદપુર રોડ તરફ ડુંગરાળ વિસ્તારમાં બન્ને ટેકરી ઉપર બેસી નિરાંતની પળોમાં વાતચીત કરી પરત ફરતા હતા ત્યારે તેઓની કાર પાસે બાઈક લઈને ઉભેલા ત્રણ માણસોએ પોલીસ તરીકે પોતાની ઓળખ આપી ગાળો બોલી માર માર્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશને લઈ જવાની ધાક-ધમકી આપી હતી. આ સાથે ત્રણેય શખ્સોએ ઉદ્યોગપતિ અશ્વિનભાઈની કારમાં બેસીને યુવતીનું મેડીકલ ચેકઅપ કરાવવાનું કહી ઉધોગપતિને ઉઠાવી ગયા હતા. પરીણામે આબરુ જવાની બીકે ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ દશ લાખ રુપિયા એ કહેવાતા પોલીસને આપ્યા હતા.

- text

આમ છતા યુવતીનાં મોબાઈલ નંબર પરથી ઉદ્યોગપતિ અશ્વિનભાઈને કોલ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનથી પરમાર સાહેબ બોલુ છુ ; તેમ કહીને છોકરી પોલીસ સ્ટેશને આવી છે અને તમારે પણ નિવેદન લખાવવા આવવું પડશે તેવા ફોન આવવાના ચાલુ થયા હતા. વારંવારની આવી વાતચીત દરમિયાન વધુ બે લાખ રૂપિયા માંગ્યા હતા. પરીણામે ઉદ્યોગપતિ અશ્વિનભાઈએ પોલીસ હોવાનો પુરાવો માંગીને લેન્ડલાઈન પરથી કોલ કરવાનું કહેતા એ શખ્સોએ પોલીસ સ્ટેશનનાં નંબર પરથી મીસ્ડ કોલ પણ કર્યો હતો. જેથી ઉદ્યોગપતિ અશ્વિનભાઈને પોતે હનીટ્રેપનો શિકાર બનેલા હોવાનું જણાતા ખાનગી તપાસ કરાવતા યુવતી અને તેના મળતીયાઓનાં કેટલાક પુરાવા પણ મળ્યા હતા.

જેથી ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસે તપાસ બાદ ઉદ્યોગપતિ અશ્વિનભાઈને ફસાવનાર આરોપીઓ રાજકોટનાં ગાયત્રીનગરમાં રહેતી યુવતી રીંકલ પટેલ, જસદણનાં દિપુ વાઘેલા તેમજ અન્ય બે અજાણ્યા માણસો અને તપાસમાં ખુલે તે તમામ સામે પુર્વાયોજીત કાવતરુ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ અને ધમકી આપી બળજબરીથી દશ લાખ કઢાવી લઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ચોટીલા પોલીસનાં કોઈ કર્મચારીની પણ સંડોવણીની શકયતા સેવાઈ રહી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text