મોરબીના એડવોકેટ કાજલ ચંડીભમરની નોટરી તરીકે નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ અને મોરબી અપડેટની સમગ્ર ટીમ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી મહિલા પાંખના સક્રિય અગ્રણી તેમજ મોરબી અપડેટ પરિવારના અભિન્ન અંગ એવા યુવા મહિલા ધારાશાસ્ત્રી કાજલબેન ચંડીભમરની કેન્દ્ર સરકારે નોટરી તરીકે નિમણુંક કરતા ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નોટરી માટેના ઇન્ટરવ્યૂ બાદ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી અને મહિલા અગ્રણી કાજલબેન ચંડીભમરની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતા તેઓને મિત્રો, સ્નેહીજનો, સગા – સંબંધીઓ તરફથી તેમના મોબાઈલ 9825488733 ઉપર શુભકામનાઓ મળી રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સૌથી નાની વયે નગરસેવિકા તરીકે તેમજ પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર કાજલબેન યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા પાંખનું સુકાન પણ જવાબદારી પૂર્વક નિભાવી રહ્યા છે અને મોરબી અપડેટ સાથે પણ સક્રિયપણે જોડાયેલા છે તેમજ મોરબી જિલ્લા ભાજપ કારોબારીમાં જોડાયેલા છે. ત્યારે ટીમ મોરબી અપડેટ અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી તથા દિલીપ બરાસરા અને શશાંકભાઈ દંગી સહિતની સમગ્ર ટીમ દ્વારા કાજલબેન ચંડીભમરની નોટરી તરીકે નિમણુંક થતા ખૂબ – ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text