મોરબી : આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ

- text


મોરબી જિલ્લાની ૧૪૭ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ચાર્ટ પોસ્ટર પ્રતિયોગીતા યોજાઈ

મોરબી : વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જિલ્લાની વિવિધ શાળાના પ્રાથમિક તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર (મોરબી જીલ્લો) ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી માં કાર્યરત છે


તા. ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ તથા માધ્યમિક ધોરણ ૯ તથા ૧૧નાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના વિષયમાં ચાર્ટ અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની જુદી જુદી શાળાઓના ૧૪૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ સ્પર્ધામાં ૬ઠ્ઠા ધોરણમાં
૧) રાજપરા ડેન્સી પ્રથમ
OSEM સ્કૂલ મોરબીની
૨) વિરમગામા રિયા દ્વિતિય
OSEM સ્કૂલ મોરબીના
૩)ગડીયા માનવ તૃતિય
OSEM સ્કૂલ મોરબી
૭ ધોરણની
૧) મકવાણા ઈષિતા એલ પ્રથમ,
ન્યુ ઑમશાન્તિ પ્રાથમિક શાળા મોરબીની
૨ )ધામેચા તનિષ્કા દ્વિતીય
સાર્થક વિધામંદીર મોરબીના
૩)પાલિયા અક્ષય બી. તૃતિય
માસુમ વિદ્યાલય મોરબી
૮માં ધોરણની
૧)બોરીચા ક્રિશા એચ. પ્રથમ
ન્યુ ઑમશાન્તિ પ્રાથમિક શાળા મોરબીના
૨) ગૌસ્વામી ક્રિસ દ્વિતિય
સાર્થક વિધામંદીર મોરબીના
૩) ઝાલા બ્રીજરાજ સિંહ તૃતિય,
ન્યુ ઑમશાન્તિ પ્રાથમિક શાળા મોરબીના
૯માં ધોરણના
૧)ખરવડ ઉત્સવ કે પ્રથમ
સાર્થક વિધામંદીર મોરબીના
૨) જાધવ ઑમ દ્વિતિય,
માસુમ વિદ્યાલય મોરબીના
૩) રાઠોડ પ્રિયાંશુ સી. તૃતિય,
ન્યુ ઑમશાન્તિ પ્રાથમિક શાળા મોરબીની
૩) રાજપૂત સુરભી તૃતિય,
સાર્થક વિધામંદીર મોરબીની
૧૧માં ધોરણની
૧) રાજભર રૂપાલી એ. પ્રથમ,
શ્રીમતી એમ.પી.શેઠ ગલ્સ હાઈસ્કૂલ મોરબીની
૨) સુમરા સબિરા એચ. દ્વિતિય,
શ્રીમતી એમ.પી. શેઠ ગલ્સ હાઈસ્કૂલ મોરબીની
૩) કલાડીયા મુસ્કાન એમ. તૃતિય ક્રમે વિજેતા જાહેર થયા હતા.

- text

આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત યોજેલ ચાર્ટ પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા પધારેલ તમામ શાળાઓ ના આચાર્યો, શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતાઓને ડ્રોઈંગ કીટ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ તેમજ દિપેન ભટ્ટ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text