મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મરેજાના આજે જન્મદિવસ દિવસ છે. બ્રિજેશ મેરજા લોકના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા વર્ષો સાજકિય ક્ષેત્રે કાર્યરત છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાઈને આ રાજકીય પક્ષના વિવિધ હોદાઓ પર રહીને તેમણે મોરબી માળીયા વિસ્તારની પ્રજાને સ્પર્શતી સમસ્યાઓને વાચા આપી તેમના પ્રશ્નોને ઉકેલવા કટિબધ્ધતા દર્શાવી છે.ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મોરબી માળિયાના ધારાસભ્ય તરીકે વિજયો થઈને મોરબી જિલ્લામાં સ્થાનિક કક્ષાએથી માંડીને ગાંધીનગર ખાતે મોરબી માળિયાના ખેડૂતો સહિતના ગ્રામ્ય વિસ્તારો અને મોરબી શહેરના લોકોની વિવિધ સમસ્યાઓ ઉકેવામાં માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે મોરબી માળિયાની પ્રજામાં લોક લાડીલા ધારાસભ્ય તરીકે ઓળખ ધરાવતા બ્રિજેશ મેરજાને આજે તેમના જન્મદિવસ નિમિતે સમગ્ર મોરબી માળીયામાંથી તેમને જન્મદિનની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text