મોરબી : ઝૂલતા પુલ ઉપરથી લાલપર ના યુવાને નદીમાં ઝંપલાવ્યું

- text


ગાંડી વેલ ધરાવતા પાણીમાં ફાયરબ્રિગેડની ટિમ દ્વારા શોધખોળ ચાલુ

મોરબી : મોરબીના ઝુલતા પુલ પરથી વાલજી મોહનભાઇ ઠોરીયા નામના લાલપર ગામના યુવાને નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઝુલતા પુલના સામાકાંઠા તરફના ગેટ પાસેથી એક હીરોહોન્ડા સ્પ્લેનડર GJ 36 H 5826 નંબરનું બાઈક મળી આવ્યું છે. જેની ચાવી બાઈકમાં જ હોય અને એક ચિઠ્ઠીમાં બે મોબાઈલ નંબર લખેલા છે. યુવાને નદીમાં ઝંપલાવ્યાની જાણ થતા મોરબી ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ, સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે અને યુવાનની શોધખોળ ચલાવી છે.

નદીમાં ઝંપલાવનાર યુવક વાલજીભાઈના ભત્રીજાનું બે દિવસ પહેલા અવસાન થયું હોય આજે તેના બેસણામાં આવેલા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

જોકે મોરબીની મચ્છુ નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય હોય જેથી સર્ચ ઓપરેશનમાં પણ મુશેક્લીઓ સર્જાઈ શકે છે આમ છતાં ફાયરની ટીમ તમામ અવરોધો છતાં યુવાનને બચાવવા પૂરતા પ્રયત્નો કરી રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text