મોરબીમાં ગેસ સર્વિસની દુકાનમાં ગેસનો બાટલો ફાટ્યો

- text


સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

મોરબી : મોરબીમાં ગેસ સર્વિસની દુકાનમાં રહેલા ગેસનો બાટલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતો. આ બનાવના પગલે નાસભાગ મચી ગઇ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીની બેન્ક ઓફ બરોડાની પાસે સેફી ઇલેક્ટ્રોનિકની બાજુમાં ભીમણી ગેસ સર્વિસ નામની દુકાનમાં આજે બપ્રોરના ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો.આ ઘટનાથી અફડાતફડી મચી ગઇ હતી અને દુકાનમાં રહેલી માલસમગ્રી અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી.જોકે દુકાન માલિકે બાટલો સળગતા જ રોડની બહાર મૂકી દીધો હતો.જાહેર રોડ પર બાટલો સળગતો હોવાથી થોડીવાર નાસભાગ મચી ગઇ હતી. એકંદરે આ ઘટનામાં મોટી દુર્ઘટના સ્હેજમાં ટળતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.

- text

- text