મોરબી ગ્રાફિક્સ ડિઝાઈનર એસો. દ્વારા 61 હજારથી વધુ રકમનો ફાળો એકત્ર કરાયો

- text


મોરબી : મોરબીના ગ્રાફિક્સ ડિઝાઈનર એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. 61000થી વધુ રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ ગ્રાફિક્સ ડિઝાઈનર સભ્યો દ્વારા અનુદાનની સરવાણી વહી રહી છે.

કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર આ શહીદોના પરિવારને આધાર છીનવાયા બાદ વધુ તકલીફ ન પડે તે માટે સીરામીક એસોસિએશનની સાથે સાથે ગ્રાફિક્સ ડિઝાઈનરો દ્વારા પણ ફાળો એકત્ર કરવાનું સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.

- text

જે કોઈ ડિઝાઈનર કે પ્રિન્ટર પોતાની યથા શક્તિ મુજબ ફંડ આપવા માંગતા હોય તે ધવલ રાજા (Adbrand Design) 9925702000 ને જમા કરાવી શકે છે જે ફંડ સીધું મોરબી સિરામિક એસોસિએશન ના આગામી યોજાનાર કાર્યક્રમ માં સીધું જ શહીદો ના પરિવારો ને પહોંચાડવા માં આવશે.

દરેક સીરામીક ફેક્ટરી ના માલીકો ને વિનંતી કે પોતે જ્યાં પણ પ્રિન્ટિંગ કે ડિઝાઇનિંગ કરાવતા હોય એને આ મેસેજ પહોંચાડે જેથી એ પણ પોતાની યથા શક્તિ મુજબ સહભાગી બની દેશ ની સેવા નો લાભ લઇ શકે.

- text