ટંકારામાં ઇ-ગ્રામ કનેકટીવીટી ન મળતા અનેક કામો અટક્યા

- text


કનેકટીવીટી વિના કમ્પ્યુટર સેટ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે

ટંકારા : ટંકારા તાલુકાના ગામડાઓમાં સરકારે ઈ-ગ્રામ યોજના હેઠળ કમ્પ્યુટર સેટ પુરા પાડ્યા છે. પરંતુ તે બધા ઈન્ટરનેટ કનેકટીવીટી વિના નક્કામા બની ગયા હોય તેવું વર્તાઈ રહ્યું છે.

હાલ પ્રધાનમંત્રી કિસાન નિધિ ઓનલાઇન ફોર્મ ભરવા માટે લાઈનો લાગી છે, ત્યારે ઈ-ગ્રામ સેટમાં પંચાયતોમાં કનેકટીવીટી બિલકુલ નહિવત હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે. પ્રાઇવેટ સાઇબર કાફેમાં વધારે ચાર્જ ચૂકવવો પડતો હોવાથી ખેડુતોની દશા નહિ ઘરના નહિ ઘાટના ઈ થઇ ગઈ છે. અધૂરામાં પૂરું આ ઓનલાઇન પ્રક્રિયાની મુદ્દત પણ ટૂંકી હોવાથી કિસાનોની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. આ બાબતે લગતા વળગતા અધિકારીઓ દ્વારા કનેકટીવીટીને લઈને પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. ખેડૂતવર્ગ આશાનું કિરણ જન્મે તેવી આશ સરકાર પાસે લઈને બેઠા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text