સફેદ માટલુ નુકશાનકારક નથી, વાયરલ થયેલો મેસેજ ખોટો : શહાબુદીન રાઠોડ

- text


માટલાને ૯૦૦ ડીગ્રી તાપમાને શેકતા તેનો કલર કાળામાંથી સફેદમા રૂપાંતર પામે છે, જીપ્સમનો ઉપયોગ થતો હોવાની વાત ખોટી ઠેરવતા વાંકાનેર અને થાનના કારખાનેદારો

ટંકારા : સફેદ માટલા બનાવવામાં જિપ્સમનો ઉપયોગ થતો હોવાથી તેમાં પાણી પીવુએ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવો મેસેજે છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ આ મેસેજની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ મેસેજ ખોટો સાબિત થયો છે. ખરેખર આ માટલું માટીમાંથી જ બને છે. માટલાને વધારે તાપમાનમાં શેકતા તેનો કલર કાળામાંથી સફેદમા રૂપાંતરિત થઈ જાય છે. આ મામલે મૂળ થાનના અને માટીકલા સાથે સંકળાયેલા હાસ્યકલાકાર શહાબુદીન રાઠોડે પણ કહ્યું કે આ માત્ર અફવા છે. સફેદ માટલુ કોઈ પણ પ્રકારના કેમિકલમાંથી બનતું નથી. તે માત્ર માટીમાંથી જ બનાવવામાં આવે છે.

થાનગઢ અને મોરબી સાહિતના વિસ્તારો તેની માટી કલાના કારણે દેશ દુનિયામા જાણીતા છે. માટી કલાના કુશળ કારીગરો દ્વારા માટીને આકાર આપી વાસણ થી લઈ રમકડાં બનાવી પેટયુ રોળવવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સફેદ માટલાને લઈ ખોટા વાયરલ મેસેજ વાયરલ થયા છે. વાયરલ મેસેજમા લખ્યું છે કે આ માટલુ ધરમા ન રાખતા સફેદ માટલા ને બનાવવા જીપ્સમનો ઉપયોગ થાય છે અને જી.એન.એફ. સી.ના કચરા માથી બનેલું હોય છે જે કેન્સર જેવી ગંભીર બીમારી ફેલાવે છે.

આ વાહીયાત અને તથ્યો વગરના વાયરલ થયેલ મેસેજે માટીકલા સાથે સંકળાયેલા કુંભાર ભાઈઓ અને બહેનોની મુશીબત વધારી દીધી છે અને આર્થિક રીતે ભારે નુકસાન થઈ રહ્યું છે. રોજની ડઝનેક ગાડી વેચતા વેપારી આજે નવરા ધુપ થઈને બેઠા છે. સફેદ માટલાને જે કલંક લાગ્યો છે તેના કારણે વેપારીના ઓર્ડર પણ કેન્સલ થવા લાગતા હજારો મજુર કારીગર અને કારખાનેદારથી લઈ ટ્રાન્સપોર્ટ્સની રોજીરોટી છીનવાઈ ગઈ છે

આ મુશીબત થી લડવા અને ખોટા મેસેજ વાઇરલ કરનારાને પકડી પાડવા થાનગઢ અને મોરબી સહિતના વિસ્તારોના માટલાના કારખાનેદારોએ એકઠા થઈને માંગ કરી છે. આ માટલા બનાવતા કારખાનેદારોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સફેદ માટલા અહીની માટી માથી જ બનાવામાં આવે છે. વાયરલ થયેલા મેસેજ ખોટી અફવા છે. અમે આ માટી ને ૯૦૦ ડીગ્રી સુધીના તાપમાનમાં રાખીએ છીએ. જેથી કાળી માટી સફેદ રંગમા બદલી જાય છે. જે સરકાર ને પણ ખબર છે આ માટલુ જુની પરંપરા મુજબ જ બનાવામાં આવે છે માત્ર સાધનો વધ્યા છે બાકી આ માટલામા પાણી પિવાથી કોઈ નુકસાન થતું નથી.

- text

સફેદ માટલા સૌથી વધુ થાનગઢમાં બને છે ત્યારે થાનગઢના જ રહેવાસી અને ગુજરાત અને સિમાડા વટી દેશ દુનિયામા તેના આગવા અંદાજ થી હાસ્ય પિરસનાર શાહબુદીન રાઠોડે પણ આ અંગે જણાવ્યું હતું કે મારી ફેમીલી માટીના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને હુ તો આજ માટી ખૂંદીને મોટો થયો છું. આ મેસેજમા જે કેમીકલની વાત છે તે કેમિકલનું અહીના કારીગરોએ નામ પણ સાંભળ્યુ નથી. નુકશાનકારક કેમિકલનો ઉપયોગ થતો હોવાની વાત તદ્દન ખોટી છે. આ કોઈ હરીફ ધંધાર્થીઓએ થાનના કારીગરોને નુકશાન થાય તેવા હેતુ થી અફવા ફેલાવવાનું કુત્ય કર્યુ છે. અંતમાં શહાબૂદીન રાઠોડે આવા ખોટા મેસેજ ફેલાવનારને પાઠ ભણાવવા અને ખોટા મેસેજને નઝર અંદાઝ કરવાની અપીલ કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text