મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનની ડાન્સ સ્પર્ધામાં ૧૦૧ કલાકારોએ ભાગ લીધો

- text


દરેક સ્પર્ધકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા : મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ

મોરબી : મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની ડાન્સ સ્પર્ધામા ૧૦૧ કલાકારોએ નૃત્યકલાના કામણ પાથરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્પર્ધામાં મોટી સંખ્યમાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ કલાકરોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

મોરબીના ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ૫ થી ૫૦ વર્ષની ઉમરના લોકો માટે ડાન્સ કોમ્પિટિશન યોજવામાં આવે છે. જે અંતર્ગત મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૧ જેટલા સ્પર્ધકોએ પોતાની નૃત્યકલા પ્રસ્તુત કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમને અંતે તમામ સ્પર્ધકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર માકડીયા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખો લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા,ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તેમજ પ્રતિકભાઈ મંડીર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text