મોરબીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાની દૂધ અને ગંગાજળથી સફાઈ કરાઈ

- text


પાલિકા નિયમિત સફાઈ ન કરતા સામાજિક કાર્યકરોએ પ્રતિમાની દૂધ અને ગંગાજળથી સફાઈ કરી : તંત્રને પ્રતિમાની યોગ્ય જાળવણી ન કરે ઉપવાસ આંદોલની ચીમકી અપાઈ

મોરબી : મોરબી પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે ત્રિકોણ બાગમાં આવેલી મહાત્મા ગાંધીજી પ્રતિમાની ઘોર અવદશા થઈ ગઈ છે.આ પ્રતિમનાની યોગ્ય રીતે જાળવણી ન કરાતા આજે સામાજીક કાર્યકરોએ દૂધ અને ગંગાજળથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નવડાવીને સ્વચ્છ કરી હતી અને તંત્ર મહાત્મા ગાંધીજીની પ્રતિમાની યોગ્ય રીતે માવજત નહિ કરે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

મોરબીની એસ.બી.આઈ. શાખા સામેના ગાંધીબાગમાં વર્ષોથી ગાંધીજીની પ્રતિમા આવેલી છે.જો કે છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્ર આ ગાંધીજીની પ્રતિમના યોગ્ય રીતે માવજત કરતું ન હોવાથી આ પ્રતિમાની ઘોર દુર્દશા થઈ ગઈ છે. પાલિકા તંત્રના પાપે સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગંદકી છવાઈ ગઈ છે.તેમ છતાં પાલિકા તંત્ર પ્રતિમાને સ્વચ્છ કરવાની કોઈ તસ્દી ન લેતા સામાજિક કાર્યકરોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું,જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયાં અને જીજ્ઞેશ પંડ્યાએ ગાંધીજીની પ્રતિમા પર દૂધ અને ગેગાજળનો અભિષેક કર્યો હતો અને પ્રતિમાને નવડાવીને સ્વચ્છ કરી દીધા બાદ ફુલહાર કરીને ભાવવંદના કરી હતી.આ તકે સામાજિક કાર્યકરોએ તંત્રની ઘોર બેદરકારી અંગે આક્રોશ ઠાલવ્યો હતો કે, તંત્રને અનેક રજુઆત કરવા છતાં પ્રતિમાંની જરાય માવજત કરાતી નથી અને ગાંધીજી જન્મદિવસ અને નિર્વાણ દિવસે તેમને યાદ કરાઇ છે. આ વખતે તો તંત્રે ગાંધીજીનો નિર્વાણ દિન નજીક આવતો હોવા છતાં સફાઈ ન કરતા તંત્રની આંખ ઉઘડવા માટે તેમણે સફાઈ કરી હતી.ત્યારે હવે પોતાના ખર્ચે સમયાંતરે પ્રતિમાનું સફાઈ કરવાનું જણાવ્યું હતું.જોકે તંત્રને તેની ફરજનું ભાન કરાવવા માટે તેમણે ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

- text