મોરબી : કેદીઓ દ્વારા જેલમાં ઉજવાયુ પ્રજાસત્તાક પર્વ

- text


૧૫૮ કેદીઓએ વિવિધ રમતોમાં પોતાની છુપી ક્ષમતાનો પરિચય આપ્યો

મોરબી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીની જિલ્લા જેલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેદીઓને વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય દેખાડવાની તક મળી હતી. સબ જેલના અધિક્ષક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેરમ સ્પર્ધામાં ૪૦, કોથળા દોડમાં ૧૬, લીંબુ ચમચી દોડમાં ૨૯, રસ્સા ખેંચમાં ૪૮ તેમજ ૨૫૦ મિટર દોડમાં ૨૫ કેદીઓએ ભાગ લીધો હતો. કુલ ૨૧૧ કેદીઓમાંથી ૧૫૮ કેદીઓએ વિવિધ રમતોમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

જેમાં કેરમ સ્પર્ધામાં પ્રવીણ જીવાભાઈ જીંજુવાડિયા, ૨૫૦ મીટર દોડમાં સમીર તાજમહમદ બ્લોચ, લીંબુ ચમચી દોડમાં જયસુખ રજનીકાંત મિયાત્રા, કોથળા દોડમાં દિલીપસિંહ કિરીટસિંહ જાડેજા પ્રથમ નંબરે આવ્યા હતા.જ્યારે રાસ્સા ખેંચમાં રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલાની ટિમ વિજેતા બની હતી.

આ પ્રસંગે ખાસ આવેલા રૂપેન્દ્રસિંગ રામસિંગ મિશ્રાએ ૪૫ પ્રકારની વિવિધ યોગ મુદ્રાઓથી તમામ કેદીઓ સહિત આમંત્રિત મહેમાનોને અચંબિત કર્યા હતા.

સબ જેલના અધિક્ષક પી.કે.ગઢવી દ્વારા આમંત્રિત મહેમાનો એવા ડિસ્ટ્રીક સેસન્સ જજ આર.એ. ઘોઘારી સાહેબ, સેસન્સ જજ ઉપાધ્યાય સાહેબ, મોરબી જિલ્લા બાર એસો. પ્રમુખ ધર્મેન્દ્ર આંદ્રોજા તથા ભુતપૂર્વ બાર.એસો. પ્રમુખ જીતુભા જાડેજાએ વિજેતા કેદીઓને ઇનામ વિતરણ કરી પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

- text


 

- text