મોરબી : ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં આયોજકના પુત્રના લગ્ન યોજાયા

- text


જ્યાં સુધી અભિમાન રૂપી કંસને નહિ મારો ત્યાં સુધી પ્રેમરૂપી કૃષ્ણ નહિ મળે : કથાકાર જીજ્ઞેશદાદા : ભાગવત કથાની અધ્યાત્મિકવાણીનું મોટી સંખ્યામાં લોકોએ રસપાન કર્યું

મોરબી : મોરબીમાં ભીમણી પરિવાર દ્વારા ગૌસેવાના લાભાર્થે યોજાયેલી ભાગવત કથાના રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં અયોજકના પુત્રના સાદાયથી લગ્ન કરવામાં આવ્યા હતા.ભીમણી પરિવારે ખોટા ખર્ચાઓ ટાળવા ભાગવત કથાના પવિત્ર પ્રસગમાં પુત્રના લગ્ન કરીને પ્રેરણાદાયી પહેલ કરી હતી.ભાગવત કથામાં કથાકાર જીગ્નેશદાદાએ પોતાની દિવ્ય આધ્યાત્મિક વાણીથી ભાવિકોને તરબોળ કરી દીધા હતા.

મોરબીના રવાપર ઘુનડા રોડ આવેલા ઉમા બંગલોઝ ખાતે ભીમણી પરિવાર દ્વારા ગોશાળાના લાભાર્થે તા.22 થી 28 જાન્યુઆરી સુધી જાણીતા કથાકાર જીજ્ઞેશદાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથા દરમ્યાન રામ જન્મ, કૃષ્ણજન્મ , ગોવર્ધનપૂજા ,કાનગોપીનો કાર્યક્રમ, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.તેમજ ભાગવત કથામાં આવતા રૂક્ષમણી વિવાહના પવિત્ર પ્રસંગમાં કથાના આયોજક અશોકભાઈ ભીમણીના પુત્ર સિધ્ધાર્થના સાદાઈ પૂર્વક લગ્ન કરવાનું આયોજન કરાયું હતું આ પવિત્ર પ્રસંગમાં સાદાયથી લગ્ન કરીને સૌને

પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. ભાગવત કથામાં કથાકાર જીજ્ઞેશદાદાએ વર્તમાન જીવનશૈલી પર માર્મિક ટકોર કરી લોકોના બધા દુઃખના મૂળમાં મોહ માયાની લાલસા અને અભિમાન સહિતના દુર્ગુણો જવાબદાર હોવાનું જણાવીને આ દુર્ગુણોથી દુર રહેવા ઈશ્વરના સમીપ રહેવાની શીખ આપી હતી.તેમજ તેમણે જણાવ્યું હતું કે, આપણને જીવન દુઃખ આવે ત્યારે બીજા કોઈની સામે જોતા પહેલા ભગવાન રામે 14 વર્ષના ઉઘડાપગે વેઠેલાં કષ્ટોને યાદ કરશો તો આપણા સઘળા દુઃખદર્દ આપોઆપ દૂર થઈ જશે.જ્યાં સુધી અભિમાનરૂપી કંસને નહિ મારો ત્યાં સુધી પ્રેમરૂપી કૃષ્ણને નહિ પામી શકો. ભાગવત કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text