મોરબી : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પોસ્ટર સ્પર્ધા યોજાઈ

- text


રાષ્ટ્ભક્તિ ઉજાગર કરતા પોસ્ટરો બનાવી બાળકોએ કર્યા સહુને મંત્રમુગ્ધ

મોરબી : મોરબીની નવજીવન વિદ્યાલયના ધોરણ ૪ થી ૯ના વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શાળા દ્વારા આયોજિત પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિષયો અનુસાર બેટી બચાઓ, બેટી પઢાઓ, આતંકવાદ હટાઓ, સ્વચ્છ ભારત તેમજ ભારતીય સેના જેવા દેશ હિતના વિષયોને ધ્યાનમાં રાખીને પોતાની કલ્પના શક્તિને પાંખો આપી હતી.

ધ્યાનાકર્ષક તેમજ દેશ હિતનો સંદેશો આપતા વિવિધ પોસ્ટરો બનાવીને વિદ્યાર્થીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સર્વે શિક્ષકો તેમજ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય અતુલભાઈ પાડલીયા તેમજ શાળાના ટ્રસ્ટી ડી.બી.પાડલીયાએ શાળાના કર્મચારીગણ તેમજ શિક્ષકોને બિરદાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી યોગ્ય પુરસ્કારથી નવાજ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text