મૂળ હળવદના વતનીની દીકરી દ્વારા આજના મેચમાં ટૉસ ઉછાળવામાં આવ્યો

- text


ટૉસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કર્યું

મોરબી: મૂળ હળવદના અને હાલમાં ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલની દીકરી હનાહ રાવલે આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે મેચમાં ટૉસ ઉછળવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ટૉસ જીતીને ભારતે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ન્યૂઝીલૅન્ડનું નાગરિકત્વ ધરાવતા અને હાલ ન્યૂઝીલેન્ડમાં બિઝનેસ કરી રહેલા નિલયભાઈની પુત્રી હનાહનો જન્મ 2010માં થયો હતો અને માત્ર 9 વર્ષની ઉંમરે ANZ બેન્કની કોમ્પિટિશનમાં ભાગ લઈને વિજેતા બની છે અને હાલમાં ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે સિરીઝમાં મુખ્ય સ્પોન્સર છે. આથી હનાહને ટૉસ ઉછાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. મૂળ ગુજરાતના મોરબી જિલ્લાના હળવદના વતની રાવલ પરિવારની દીકરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનાર બીજી વનડેમાં ટૉસ ઉછાળ્યો હતો અને ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી છે.

- text

અત્યાર સુધીમાં ભારતે 44 ઓવરમાં 3 વિકેટ સાથે 263 રન કર્યા છે. ભારતીય ઓપનર્સે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી, જે હાઈ સ્કોરિંગ મુકાબલાનો સંકેત આપે છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી, જયારે કિવીઝે મિશેલ સેન્ટનર અને ટિમ સાઉઘીની જગ્યા પર ઈશ સોઢી અને ડી ગ્રેન્ડહામને તક આપી છે. ભારત પાંચ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text