ગોઝારા ભૂકંપને આજે 18 વર્ષ પુરા : 2001ના ભૂકંપની અને આજના મોરબીની તસવીરો જુઓ

- text


ભૂકંપની થપાટ સહન કરીને પણ મોરબી ફરી ફિનિક્સ પંખીની જેમ બેઠું થયું

મોરબી : મોરબી શહેરે બબ્બે વિનાશકારી કુદરતી આપતો સહન કરી છે. વિનાશક મચ્છુ જળ હોનારત અને ત્યારબાદ 2001માં આવેલો ગોઝારો ભૂકંપ, તબાહી મચાવનાર આ ભૂકંપને આજે 18 વર્ષ પૂરા થતા એ ગોઝારા ભૂકંપની કડવી યાદો ફરી તાજી થઈ છે. ભૂકંપમાં સામાકાંઠે આવેલા હાઇસિગ બોર્ડના ત્રણ માળ, સોની બજાર ,ગેસ્ટ હાઉસ રોડ પરની બજારો, પાડાપુલ , મણીમંદિર, નહેરુગેટ, ગ્રીન ચોક સહિત સ્થળોને વ્યાપક નુકશાન થયું હતું અને એ સમયે ખંઢેર જેવું લાગતું મોરબી આજે ફરી ફિનિક્સ પંખીની જેમ બેઠું થતા હવે વિકાસશીલ મોરબી સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ બની ગયું છે.

મોરબી : નગર દરવાજાની 2001ના ભૂકંપની તસ્વીર અને 2019ની હાલની તસ્વીર

26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8-45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ભૂકંપે ધરાને હચમચાવી નાખતા સમગ્ર મોરબી શહેર ધણધણી ઉઠ્યું હતું. આ ભૂકંપમાં સૌથી વધુ અસર સામાકાંઠે હાઉસિંગ બોર્ડની વસાહતોને અને સોની બજારમાં થઈ હતી.જેમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત જમીન દોસ્ત થઈ ગઈ હતી. તેમજ સોની બજારમાં અનેક દુકાનો, મકાનો પલકવારમા જ કાટમાળ બની ગયા હતા, ત્યાં ચાલી શકાય પણ ન શકાય તેવી કપરી સ્થિતિ સર્જાય હતી.આવી જ રીતે ગેસ્ટ હાઉસ રોડ પરની બજારને પણ નુકસાન થયું હતું.આ ઉપરાંત મણીમંદિર, નહેરુગેટ, ગ્રીનચોક જેવી ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી.પાડાપુલની રાહદારી પાળી પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.

મોરબી : પાડા પુલની 2001ના ભૂકંપની તસ્વીર અને 2019ની હાલની તસ્વીર

ભૂકંપની આ નુકશાની અને જાનહાનીની સતાવાર વિગતો જોઈએ તો શહેરી વિસ્તારના 130 સહિત 236 લોકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા.50 હજારથી વધુ મકાનોને નુકશાન થયું હતું.82 ગામોને અસર પહોંચી હતી .જેમાંથી 70 ટકા ગામોને મોટું નુકસાન પહોંચ્યું હતું. એકંદરે સમગ્ર મોરબી તાલુકો ભૂકંપથી ભારે પ્રભાવીત થયો હતો. પણ મોરબીવાસીઓનીની ખુમારી અને જીંદાદીલી લોહીમાં વણાયેલી હોય તેમ ભૂકંપ પછી મોરબી ફરી રાખમાંથી ફિનિક્સ પંખી બેઠું થાય એમ આપબળે અકલ્પ્ય વિકાસ સાધી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે.

- text

મોરબી : સોની બજારની 2001ના ભૂકંપની તસ્વીર અને 2019ની હાલની તસ્વીર

ભૂકંપ સમયે જે ખંઢેર જેવી સ્થિતિ હતી તે હવે ભૂતકાળ બની ગઈ છે. સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં નવી ઇમારતો બનાવી પુનવર્સન થયું છે. જર્જરિત તમામ ઐતિહાસિક ઇમરતોનું રીનોવેશન કરાયું છે. પડાપૂલની બાજુમાં નવો મયુરપુલ અને તેની નીચે બેઠોપુલ બનાવસમાં આવ્યો છે. સોની બજાર ગેસ્ટ હાઉસ રોડ પર દુકાનો અને મકાનોનો ભારે વિકાસ થયો છે.મોરબીના સીરામીક ઉધોગે પણ વિકાસની નવી ક્ષિતિજો સર કરતા હવે જિલ્લો બનેલો મોરબી ભારત જ નહીં બલ્કે વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે.

મોરબી : હાઉસિંગ બોર્ડ – સામાકાંઠેની 2001ના ભૂકંપની તસ્વીર અને 2019ની હાલની તસ્વીર

ભૂકંપમાં તહસ – નહસ થયેલ સામાકાંઠા હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા કવાટર્સ, સોની બજાર, ગેસ્ટ હાઉસ રોડ પરની બજારો, પાડાપુલ, મણીમંદિર ,નહેરુ ગેઇટ, ગ્રીનચોક સહિતના સ્થળો ફરી બેઠા થયા.

મોરબી : ગેસ્ટહાઉસ રોડની 2001ના ભૂકંપની તસ્વીર અને 2019ની હાલની તસ્વીર

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text