માળિયા મીયાણા તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી

- text


માળીયા : માળિયા મીયાણા તાલુકાનો પ્રજા સતાક દિવસની ઉજવણી મોટી બરાર ગામે રાખવામાં આવી હતી સાથે સાથે દરેક ગ્રામ્ય વિસ્તાર ની સરકારી કચેરીઓ અને શાળાઓ માં ઉજવણી કરવામાં આવી હતી.

જેમા ચાચાવદરડા ગામે સરપંચ અને ગ્રામ્ય આગેવાન હરીભાઇ પટેલ દ્રારા પ્રજાસતાક દિવસ ની ઉજવણી સાથે સાથે બટુક ભોજન પણ રાખવામાં આવ્યુ હતુ. એવા જ સરવડ તરઘરી નાનાભેલા ભાવપર જેવા ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગામના આગેવાનો દ્રારા આવનાર સમયમાં ગ્રામીણ વિસ્તાર માં સરકારી સ્કૂલોમાં ઘટતી વિધાર્થીઓ ની સંખ્યા વિશે પણ ચિંતન કરવામાં આવ્યુ હતુ

નાનાભેલા ગામે હેમતભાઇ કાવર દ્રારા આવનાર સમય માં સરકારી સ્કૂલો માં ઘટતી વિધાર્થીઓ ની સંખ્યા અને પ્રાઇવેટ સ્કૂલની ફી વિશે ચિંતન રજુ કરી સૌવ કોઈ ને વિચારતા કરી દિધા હતા

માળિયા તાલુકાના એવા ઘણા ગ્રામીણ વિસ્તાર છે જયાં વિધાર્થીની પુરતી સંખ્યા નથી ત્યાં આંગણવાડીઓ અને સરકારી સ્કુલો બંધ થઈ ગયેલ છે અને સર્વ શીક્ષા અભીયાન જેવી શીક્ષણ આપતી સ્કૂલો માત્ર કાગળો પર હોય જેવા અનેક સવાલો આજે વિવિધ ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ગ્રામ્ય આગેવાનોના ઉદબોધન માં સાંભળવા મળ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text