હળવદ : તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી

- text


પાંડાતીરથ ગામે હળવદ મામલતદાર વી કે સોલંકી તિરંગા ને આપી સલામી: વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીત રજુ કર્યા

હળવદ : હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં હળવદ મામલતદાર અને પીઆઈ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા

તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હળવદ મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ તકે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા ગામના વિકાસ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તો સાથોસાથ વિવિધ શાળાઓના સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો

જેમાં રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ડુંગરપુર પ્રાથમિક શાળા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર શ્રી મેરુપર પ્રાથમિક શાળા તેમજ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા ધનજીભાઇ ચાવડા મેરુપર પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પ્રવીણભાઈ પટેલ અને મનસુખભાઇ નેસન્માનિત કરાયા હતા ઉપરાંત પાંડાતીરથ શાળામાં વિશિષ્ટ કામગીરી કરનાર સી.આર.સી કરસન ભાઈ ડોડીયા સ્વચ્છતા ક્ષેત્રે બીજો નંબર પ્રાપ્ત કરનાર ઘનશ્યામ ગઢ પ્રાથમિક શાળા સ્વચ્છતા ખેતરે રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવનાર પાંડાતીરથ પ્રાથમિક શાળા ને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે હળવદ મામલતદાર વસંતભાઈ સોલંકી ,પી.આઈ.એમ આર સોલંકી વંનરક્ષણ અધિકારી શ્રી બાદી,ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ અશ્વાર સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો હાજર રહ્યા હતા

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text