મોરબી નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારી યુવક ઘવાયો

- text


મોરબી : મોરબી નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારી યુવકને ઇજાઓ પહોંચી હતી. આ મામલે યુવકની ફરિયાદના આધારે તાલુકા પોલીસે નાસી છૂટેલા ટ્રકચાલક વિરુધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સોખડા ગામ નજીક પગપાળા જતા લાલજીભાઈ આયદનભાઈ જીલરીયા ઉ.વ. ૩૪ રહે. શનાળા બાયપાસ રોડ, આનંદનગર મોરબીવાળાને આરજે ૧૯ જીએફ ૬૫૨૪ નંબરના ટ્રકે હડફેટે લઈને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બન્યા બાદ ટ્રકચાલક ટ્રક લઈને નાશી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text