મોરબી : વાવડીરોડ મારામારી અને તોડફોડ પ્રકરણમાં સામસામી ફરિયાદ

- text


મકાન વેચવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી સોસાયટીમાં મકાન વેચવા બાબતે બે જૂથ વચ્ચે ગઈકાલે સાંજે મારામારી તોડફોડની ઘટના બની હતી.બાદમાં બન્ને જૂથે એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મોરબીના વાવડી રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ગઈકાલે સાજન સમયે બે જૂથ વચ્ચે મારામારી અંર તોડફોડ થઈ હતી.આ બનાવ અંગે એમ જૂથના રમેશભાઈ સીધાભાઈ પરસાડીયાએ કાલિકા પ્લોટમાં રહેતા ઇમરાન ચાનીયા, સીરાજ, દિલો, આરીફ, ઝુંબેર,અનિલ તથા ત્રણ અજાણ્યા શખસો સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, રમેશભાઈના ભાઈ રાજુભાઇના મકાન પાસે ઇમરાન ચાનિયાએ મકાન રાખ્યું હોય આ બાબતે ઝઘડો કરી આરોપીએ પાઇપ ધોકા સહિતના હથિયારોથી રાજુભાઇના મકાનમાં અને બાઇકમાં તોડફોડ કરી ફરિયાદી તથા અન્ય વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે અલ્તાફ ઉર્ફે દિલો જૂમાભાઈ ગાલબએ રાજેશ સિંધાભાઈ ભરવાડ, રમેશભાઈ સિંધાભાઈ ભરવાડ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ઇમરાન ચાનિયાનું વાવડી રોડ ઉપર આવેલું મકાન વેચવાનું હોવાથી વિશાલભાઈને લઈને મકાન જોવા જતા આરોપીઓએ મકાન નહિ વેચવા દઉં તેમ કહીને તલવાર વડે હુમલો કરીને તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text