ટંકારા: દયાનંદ ચોકમાં પોલીસ ચોકી શરૂ કરવાની સ્થાનિકોની માંગણી

- text


ટ્રાફીકના ન્યુસન્સથી વાહન ચાલકો પરેશાન. ધુમ સ્ટાઈલે નિકળતા લવરમુછીયાને કાયદાનું પાલન કરાવવા અને છેડતી તથા હાથ ચાલાકીના બનાવો રોકવા જુની પોલીસ ચોકી શરુ કરવા માંગ ઉઠી

ટંકારા:ઋષિભુમી ટંકારામાં પ્રવેશતા જ ગંદકી અને ટ્રાફિક સમસ્યાને કારણે કોઈ ‘દી ગામમાં ન આવવાના સોગંદ લઈ લેવાનું મન થાય એવી સ્થિતિ ટંકારની થઈ ગઈ છે.
ત્યારે આ સમસ્યા થી છુટવા ટંકારામાં જુની પોલીસ ચોકીને ફરી એક વાર ધમધમતી કરવાની માંગ પ્રબળ થઇ રહી છે. શહેરની મધ્યે નાની મોટી ધટનામા સુરક્ષા સેવા અને શાંતિ કાયમ બની રહે તેવી રજુઆત થઈ રહી છે.

- text

ટંકારાની બજાર સાંકડી હોય અને નાના વાહનોના આડેધડ પાર્કીંગ તેમજ શાળાથી છુટતાં છાત્રોની સુરક્ષા માટે તેમજ નાની મોટી ગુન્હાખોરી રોકવા માટે પોલીસનો કાયમી બંદોબસ્ત અહીં મુકવા માટે માંગણી પ્રબળ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બજાર કામે આવતા કે દયાનંદ સરસ્વતીની જન્મભુમીની મુલાકાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓના વાહનો પાર્ક કરવા જગ્યા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. અહીં નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં કે શાકમાર્કેટમાં આવતા લોકોને વાહન પાર્કીંગ માટે રેકડી પાથરણા વાળા સાથે ઘર્ષણ થતા રહે છે. ક્યારેક નાની બાબત મોટુ સ્વરૂપ લઈ લેતું હોય છે જ્યારે શનિવારે તો સવારથી સાંજ સુધી ભારે ભીડ રહેતી હોય ધણી વાર ચિલઝડપ કે ખિસ્સાકાતરૂ પણ સક્રિય બનતા હોય છે. આવી સ્થિતિમાં સ્થાનિક વેપારીઓ મા પોલીસ ચોકીની માંગણી પ્રબળ બની રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સત્તાવાળાઓ લોકોની માંગણી પ્રત્યે ક્યારે સક્રિય બને છે ?

- text