મોરબી પાલિકા અને પાણી પુરવઠા બોર્ડના ડખ્ખામાં વેડફાતું લાખો લીટર પાણી

- text


રવાપર રોડ ઉપર પટેલનગરમાં પાણીની મુખ્યલાઈનમાં થયેલું ભંગાણ : લોકો ચિંતિત પાલિકા મોજમાં

મોરબી : ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની મોકાણ સર્જાઈ તેવી સ્થિતિ વચ્ચે મોરબીના રવાપર રોડ ઉપર પટેલનગર નજીક દરરોજનું લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે છતાં આ ગંભીર બાબતે પગલાં ભરવાને બદલે મોરબી પાલિકા અને પુરવઠા તંત્ર એકબીજા ઉપર ખો નાખી પાણીનો વેડફાટ અટકાવવાને બદલે મજા લૂંટી રહ્યા હોય સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના રવાપર રોડ પર આલાપ પાર્કની બાજુમાં પટેલનગર સોસાયટીમાં તંત્રના વાંકે દરરોજ ૫ થી ૭ લાખ લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. આ વિસ્તારમાં આવેલ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા અછતની પરિસ્થિતિમા છેલ્લા ઘણા સમયથી દરરોજ પાણીનો બેફામ વેડફાટ થતા સ્થાનિકો રોષે ભરાયા છે. એક તરફ ઓછા વરસાદના કારણે પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ દરરોજ લાખો લીટર પાણીનો તંત્રના વાંકે વ્યય થઈ રહ્યો છે.

પટેલનગર સોસાયટીના પ્રમુખ કેતનભાઇ દાવડા, મણીભાઈ બાવરવા, રતિલાલ મેરજા, સિરીશભાઈ કાવર સહિતના રહીશોએ પાઇપલાઇન તૂટી જવાની અનેક વખત પાલિકા તેમજ પાણી પુરવઠા ફરિયાદ કરી છે. પરંતુ આ બન્ને વિભાગ તરફથી અમારામા ન આવે તેવો વારંવાર ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. હાલ આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કરીને પાણીનો વ્યય થતો બચાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

- text