મોરબીમાં બીજા તબબકાની ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રારંભે હોબાળો

- text


100 માંથી 5 જ ખેડૂતો આવ્યા : એક ખેડૂત અન્યની મગફળી લઈને આવતા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બબાલ : હલકીકક્ષાની મગફળી હોવાના અધિકારીઓના આક્ષેપ સામે ખેડૂતોના પ્રતિઆક્ષેપો

મોરબી : મોરબીમાં આજે બીજા તબક્કામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રારંભે હોબાળો થયો હતો.જેમાં 100 ખેડુતોમાંથી 5 જ ખેડૂતો આવ્યા હતા. તેમાંથી એક ખેડૂત અન્યની મગફળી લઈને આવતા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સારી એવી બબાલ થઈ હતી.જોકે મગફળી હલકી ગુણવત્તાની હોવાની આધિકારીઓના આક્ષેપ સામે ખેડૂતોએ લોલમલોલ કામગીરી હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો હતો.

મોરબી જિલ્લામાં સરકારના ધારા ધોરણ અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ ખરીદ કેન્દ્રો છે.જમા આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતેના ખરીદ કેન્દ્રમાં આજે બીજા તબબકાની ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો હતો.મગફળીની ખરીદી કરવા માટે 100 જેટલા ખેડૂતોને જાણ કરી હતી. પરંતુ પાંચ જ ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા હતા.જેમાં ખરીદી કેન્દ્રના અધિકારીઓએ મગફળી નબળી હોવાનું જણાવીને એક ખેડૂતની મગફળી રિજેક્ટ કરી હતી.જ્યારે એક ખેડૂત અન્ય ખેડૂતની મગફળી લઈને આવતા આ મામલે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ખાસ્સી માથાકૂટ થઈ હતી.આ અંગે એપીએમસી ખરીદ કેન્દ્રના ક્લાર્ક જે.એલ.જાદવે જણાવ્યું હતું કે.આ ખેડૂત હલકી ક્વોલિટીની વેપારીઓએ સસ્તા ભાવે ખરીદેલી મગફળી લઈને વધુ નફો મેળવવા માટે વેચવા આવ્યા હતા.અને આ ખેડૂત વારંવાર વેચવા આવેલ છે.જે સરકારના ધારાધોરણો વિરુદ્ધ હોવાથી આ અંગે ખેતીવાડી અધિકારી અને અન્ય ઉચ્ચ સક્ષમ અધિકારીને જાણ કરાઈ છે.જે માલ રિજેક્ટ કર્યો તેમાં જીવાત અને ખરાબ માલ હતો.નબળી ક્વોલિટીની મગફળી આવતી હોવાથી આ અંગે પણ ઉચ્ચકક્ષાએ જાણ કરાઈ છે.સામાપક્ષે ખેડૂત દિલીપભાઈ ગોરધનભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે હું જે માલ લાવ્યો છું.તે કોઈ વેપારીનો નથી. પણ ખેડૂતનો જ છે.તેઓ અગાઉ છ ફોર્મ લઈને આવ્યા હતા.જોકે પહેલા અન્ય ખેડૂતનો માલ ન લઈ શકાય તેવો કોઈ નિયમ જ ન હતો. પણ આ વખતે જુદો નિયમ બનાવી જેતે ખેડૂતને હાજર કરો પછી જ મગફળીની ખરીદી કરાશે એવું અધિકારીઓએ કહીને આ માલ નકાર્યો હોવાનું જણાવ્યું હતું.અને તેઓ વારંવાર મગફળી વેચવા આવતા ન હતા. પરંતુ ટ્રેક્ટરનું ભાડું લઈને અને બાકી નાણાંની પૂછપરછ માટે આવતા હતા.

- text

જ્યારે મગફળી કેન્દ્ર પર 7 અધિકારીની નિમણુક કરવામાં આવી છે.પરંતુ જેના સંચાલન હેઠળ મગફળીની ખરીદી કરવાનું નક્કી થયું છે તે તાલુકા ખેતી વિસ્તરણ અધીકારી જ ગાયબ જોવા મળ્યા હતા.અને નાયબ મામલતદારની જગ્યા તલાટી હાજર જોવા મળ્યા હતા.આમ મહત્વના અધિકારીઓની ગેરહાજરીને કારણે મગફળી ખરીદીની લોલમલોલ કામગીરી થતી હોવાના ખેડૂતોના આક્ષેપમાં તથ્ય જણાય આવે છે.

અગાઉની ખરીદીના 810 ખેડૂતોનું ચુકવણું હજુ અધ્ધરતાલ

મોરબી જિલ્લામાં અગાઉ પ્રથમ તબક્કાની ટેકાના ભાવે મગફળી થઈ હતી.આ પ્રથમ મગફળીની ખરીદીના સતાવાર આંકડાકીય વિગતો મુજબ 5871 ખેડુતો નોંધાયા હતા.તેમાંથી 5493 ખેડૂતોના માળા ખરીદયો હતી.જ્યારે 106 ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હતી.અને અત્યાર સુધીમાં 4683 ખેડતોનું ચુકવણું થઈ ગયું છે.હજુ 810 ખેડૂતોનું ચુકવણું બાકી છે.બીજી વખત મગફળીની ખરીદી શરૂ થવા છતાં 810 બાકીદારોને હજુ સુધી પેમેન્ટ ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text