મોરબી જીલ્લામાં નવા મહિલા પીએસઆઈની નિમણૂક

- text


રાજકોટ ખાતે ફરજ બજાવતાં હોનહાર મહિલા પીએસઆઈ નિરાલી શુક્લની મોરબી ખાતે બદલી

મોરબી : મોરબી જિલ્લાને વધુ એક મહિલા પીએસઆઈ મળ્યા છે. જેમાં ગઈકાલે રાજ્યના ડીજીપી દ્વારા બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે જેમાં ૧૪ પીએસઆઈની બદલી કરવામાં આવી છે જે બદલીમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ નિરાલી શુકલની બદલી મોરબી જીલ્લામાં કરવામાં આવી છે આ પહેલા મહિલા પીએસઆઈ નિરાલી શુક્લ અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ,અને રાજકોટ સહિત જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યાં છે આ તમામ જિલ્લામાં કામગીરી દરમ્યાન પીએસઆઈ નિરાલી શુક્લ દ્વારા હોનહાર કામગીરી કરવામાં આવી જેમાં પછી ક્રાઇમ હોય કે ડિટેક્શનની સારી કામગીરી કરનાર પીએસઆઈ મોરબી જીલ્લામાં મુકાતા મોરબીની પ્રજાને વધુ એક સારા પોલીસ અધિકારી મળ્યા છે.

- text

- text