મોરબીના નવયુગ વિદ્યાલયમાં રમતોત્સવ ઉજવાયો

- text


વ્યક્તિગત રીતે પ્રથમ ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓને જીમમાં એક માસની ફ્રી ટ્રેનિંગ

મોરબી: મોરબીના નવયુગ વિદ્યાલય દ્વારા તારીખ 16 જાન્યુઆરીને મંગળવારે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

આ રમતોત્સવ PHYSIOFIT જિમના ડૉ. ભાવિનભાઈ ચંદે દ્વારા મશાલ રેલીમાં મશાલ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ખેલાડીઓને સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, વિવિધ એથલેટિક્સ રમતો સહીત 20 થી પણ વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે પ્રથમ ક્રમાંક મેળવે તેમને PHYSIOFIT જિમમાં એક માસની મફત ટ્રેનિંગ અપાશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

બાળકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ ટકી રહે એ હેતુ સાથે આ રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાનું કૌવત બતાવ્યું હતું. આ રમતોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક તરુણભાઇ પટેલ અને શૈલેષભાઇ પરમાર સહીત બધા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

- text

 

- text