હળવદ માર્કેટ યાર્ડ પાસે મારૂતિ વાનમાં આગ લાગી

- text


હળવદ : હળવદ-માળિયા હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે ધ્રાંગધ્રાથી મોરબી તરફ જતી મારૂતિ વાનમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જાકે સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગને પગલે એપીએમસી દ્વારા તાત્કાલીક પાણીનું ટેન્કર લઈ આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આજે ૬ વાગ્યાની આસપાસ પ્રકાશભાઈ ધ્રાંગધ્રા બાજુથી મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે પોતાની મારૂતિ વાનમાં અચાનક ધુમાડા નીકળતા તેઓ કાર ઉભી રાખી નીચે ઉતરી જાવા જતા મારૂતિ વાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જા કોઈ સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ આગના પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી ગઈ હતી અને આ બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા. હળવદ એપીએમસી દ્વારા તાત્કાલીક પાણીનું ટેન્કર લઈ આવી આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text