મોડપર ગ્રામજનોએ પણ ચોરીના બનાવો સામે બાંયો ચડાવી

- text


નાની ટુકડીઓ બનાવીને ગામ-સીમ વિસ્તારમાં રાત્રી રોન શરૂ કરી

મોરબી : શિયાળાની રાતોમાં કડકડતી ઠંડીથી ધાબળામાં ઢબુરાઈ જતા ગામડાઓમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીના એક ગામમાં પોલીસ પ્રસાશનના ભરોસે બેસી ન રહેતા સ્વયં ગ્રામજનોએ જ ચોરીના વધતા બનાવો અટકાવવા સામે કમર કસી છે.

મોરબી તાલુકાના મોડપર ગામના સરપંચ અને ઉપસરપંચે તેમના તેમજ આજુબાજુના ગામમાં ચોરીના વધતા બનાવોને રોકવા ગ્રામજનોની સહાયથી રાત્રીરોન ચાલુ કરી છે. ગામના યુવાનો અને વયસ્કોની ટુકડીઓ બનાવીને અલગ અલગ દિશામાં રાતભર ગામ સિમ વિસ્તારમાં રાત્રી ચોકીદારી શરૂ કરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પાછલા ઘણા દિવસોથી ચોરીનો ઉપદ્રવ વધતો ચાલ્યો છે. નાની નાની ચોરીઓની ફરિયાદની નોંધ પણ લેવાતી નથી હોતી ત્યારે પોલીસ પેટ્રોલિંગના ભરોસે બેસી રહેવા કરતા જાગતે રહોની હાકલ ગ્રામવાસીઓએ સ્વંય બુલંદ કરી છે.આવનારી રાત્રીઓ દરમ્યાન આ પ્રયાસ ચાલુ રાખીને ચોરીના બનાવો અટકાવવા ગ્રામજનો આશાવાદી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text