વાંકાનેર : ગાડી સાઈડમાં લેવા બાબતે આઈશર ચાલક ઉપર હુમલો

- text


ત્રણ શખ્સોએ એકસંપ કરી આઈશર ચાલકને ઘૂસતાવ્યો

વાંકાનેર : મકરસંક્રાતિના દિવસે આઈશર ચાલક સિંગલ પટ્ટી રોડ પરથી પોતાનું વહાન ચલાવીને ઘર તરફ જતો હતો ત્યારે સાઈડ દેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરીને ત્રણ શખ્સોએ એકસંપ કરી હુમલો કરતા હશનપરના આઈશર ચાલકને મૂંઢમાર તેમજ માથામાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હશનપર રેલવે સ્ટે.ની બાજુમાં રહેતો અનિલ નાગજી મિણીયા ઉં. વ.૨૨ મકરસંક્રાતિના દિવસે સાંજે પોતાનું આઈશર વાહન હંકારીને ઘર તરફ જતો હતો ત્યારે સિંગલ પટ્ટી રોડ પર પાણીના નાલા પાસે મારુતિ કારમાં પસાર થઈ રહેલા હશનપર ગામના રહેવાસી રોહિત રણજિતે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો કરી બાદમાં ફોન કરી એના બે સાગરીતો અજય મનુ તેમજ સુરપાલ દેવાને બોલાવી ઢીંકાપાટુંનો માર મારી બાદમાં ધોકા વડે હુમલો કરતા માથામાં તેમજ હાથ પગમાં ઇજા પહોંચાડી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર સીટી.પો.સ્ટે.ના હેડ.કોન્સ. પી.એચ.બોરાણાએ હુમલો કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text