મોરબીમાં ઉત્તરાયણે બગલો, વિસ્કર્ટ ટર્ન અને કબૂતર સહિત 40થી વધુ પક્ષીઓ ઘાયલ

- text


વનવિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દિવસભર દોડતી રહી

મોરબી : આપણી મજા અને પક્ષીઓને સજા.. જી.. હા..આજે મોરબીના આકાશમાં મકરસંક્રાંતિએ દિવસભર ચાલેલી પતંગબાજીને કારણે નાના મોટા 40 પક્ષીઓ ઘાયલ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મકર સંક્રાંતિએ પતંગ બાજીને કારણે આકાશમાં ઉડતા પક્ષીઓની હાલત દયનિય બનતી હોય છે, રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને મોરબી સહિત સમગ્ર રાજ્યમાં પક્ષીઓને બચાવવા વનવિભાગ, પશુપાલન વિભાગ અને સેવભાવી સંસ્થાઓના સહયોગથી રાઉન્ડ ધ ક્લોક દિવસભર ટીમોને ખડેપગે રાખી ઘાયલ પક્ષીઓને બચાવવા અભિયાન ચાલવાયું હતું.

- text

જેમાં આજે મોરબી જિલ્લામાં કુલ મળી 40 પક્ષીઓ પતંગ દોરાથી ઘાયલ થયા હતા અને આ તમામ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે, કરુણા અભિયાનના સતાવાર આંકડા મુજબ આજના દિવસમાં એક બગલો, એક વિસ્કર્ટ ટર્ન અને ૨૮ કબુતરો સહીત 40 જેટલા પક્ષીઓ ઘાયલ હાલતમાં મળી આવતા તમામને સારવાર આપવામાં આવી રહી છે. એ ઉપરાંત યદુનંદન ગૌશાળામાં પણ છ કબુતરોની પાંખ કપાઈ જતા સારવાર આપવામાં આવી રહી છે.

 

- text