મોરબીમાં પતંગ દોરાએ પોલીસમેનનું ગળું કાપ્યું : કુલ ૩૦થી વધુ લોકો ઘાયલ

- text


મોરબી સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર અપાઈ : પોલીસ કોન્સ્ટેબલને ૧૨ ટાંકા આવ્યા

મોરબી : મોરબી શહેર જિલ્લામાં આજે પતંગ દોરાએ નિર્દોષ ૩૦થી વધુ લોકોને ઘાયલ કરતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં મોરબીમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને ગળામાં દોરી આવી જતા ૧૨ ટાંકા લેવા પડ્યા હતા.

ઉતરાયણના પર્વે આજે મોરબીના આકાશમાં અવનવા પતંગ છવાયા હતા તો બીજી તરફ પતંગબાજીને કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા નાના મોટા ૩૦થી વધુ લોકોને ગળે દોરી આવી જતા અકસ્માતને કારણે ઇજાઓ પહોંચી હતી.

આજના દિવસે પતંગ દોરથી ઇજા થવામાં હળવદ રોડ ઉપર પસાર થઈ રહેલા મોરબીના પાનેલી ગામના પાંચાભાઈ સુખભાઈ હોન્ડા ઉપરથી પડી જતા ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગંભીર બનાવમાં મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજાને ગળામાં દોરીથી ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ૧૨ ટાંકા લેવા પડ્યા હતા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

આજના દિવસમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં પતંગ દોરાને કારણે કુલ ૩૦થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે, સાંજ સુધીમાં તમામને રજા આપી દેવામાં આવી હતી.

- text