વાંકાનેરના રાજાવડલા ગામે કેનાલમાં જુગાર રમતા છ ઝડપાયા

- text


પ્રોબેશનર પીએસઆઇ આર.પી.જાડેજાનો સપાટો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે આજે બાતમીને આધારે પ્રોબેશનરી પીએસઆઇ આર.પી.જાડેજા ને તેમની ટીમે સપાટો બોલાવી કેનાલમાં જુગારનો પાટલો મંડનાર છ શખ્સોને રૂ.૨૦, ૨૦૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી. ઝાલાની સુચનાથી પ્રો.પીએસઆઇ આર.પી.જાડેજા, એ.એસ.આઇ
વી.બી.ઝાલા, પો. કોન્સ. શૈલેશભાઇ સોલંકી, અરવિંદભાઇ ઓળકીયા, સહદેવસીંહ
રાઠોડ, હરેશભાઇ આગલ, રવીભાઇ કલોતરા, સંજયસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસીહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન રાજાવડલા
ગામ પાસે આવેલ કેનાલમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.

- text

બાતમીને પગલે પોલીસે રાજાવડલા કેનાલમાં દરોડો પાડતા છ ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા જેમાં આરોપી (૧) જાવીદભાઈ રસુલભાઈ વડાવીયા, ઉ.વ. ૨૬ (૨) વિજયભાઇ ગીરધરભાઇ સારલા
(૩) હસમુખભાઇ પરશોતમભાઇ સોલંકી
(૪)અબુલભાઇ હુશેનભાઇ શેરસીયા
(૫) ભરતભાઇ માનસીંગભાઇ સત્રોટીયા અને
(૬) બેચરભાઈ રૂપાભાઇ દેત્રોજા રૂપિયા ૨૦,૨૦૦ રોકડા સાથે ઝડપાઇ ગયા હતા.

આ મામલે વાંકાનેર સીટી પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text