મોરબીના પ્રજ્ઞાચક્ષુઓએ બનાવ્યુ ઓરકેસ્ટ્રા બેન્ડ : ૧૭મીએ ભવ્ય શુભારંભ સમારોહ

- text


પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના માર્ગદર્શક આ બેન્ડનો શુભારંભ કરીને પુત્રના જન્મદિવસની ઉજવણી કરશે : વિવધ ક્ષેત્રોના અગ્રણીઓ પણ આપશે હાજરી

મોરબી : મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓએ ઓરકેસ્ટ્રા બેન્ડ તૈયાર કરીને ‘અડગ મનોબળના માનવીને ક્યારેય હિમાલય પણ નડતો નથી’ કહેવત ચરીતાર્થ કરી દીધી છે. આ બેન્ડનો શુભારંભ સમારોહ આગામી ૧૭મીએ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના માર્ગદર્શક એવા સિદ્ધાર્થભાઈ જોશીના સુપુત્ર ક્રિતાર્થના જન્મદિવસ પ્રસંગે યોજવામાં આવનાર છે. આ તકે ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા પ્રજ્ઞાચક્ષુઓનું સન્માન પણ કરવામાં આવનાર છે.

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને પગભર બનાવવા માટે અનેક પ્રસંશનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ આ સંસ્થામાં ૧૩૫ પ્રજ્ઞાચક્ષુ ભાઈ- બહેનો આશરો લઈ રહ્યા છે. જેઓએ એક ઓરકેસ્ટ્રા બેન્ડ તૈયાર કરીને પોતે પણ તમામ રીતે સમર્થ હોવાનું સાબિત કરી બતાવ્યું છે. પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ નામની આ ઓરકેસ્ટ્રા બેન્ડનો આગામી ૧૭મીએ સંસ્થાના માર્ગદર્શક એવા સિદ્ધાર્થભાઈ જોશીના સુપુત્ર ક્રિતાર્થના જન્મદિવસ પ્રસંગે શુભારંભ સમારોહ યોજાનાર છે.

- text

લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના પરિસરમાં તા.૧૭એ સાંજે ૬:૩૦ કલાકે અતિથિઓનું આગમન, સાંજે ૭ કલાકે ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા પ્રજ્ઞાચક્ષુઓનું સન્માન, સાંજે ૭:૩૦ કલાકે લગ્ન ગીત તેમજ દાંડિયા રાસ માટે સજ્જ થયેલા પ્રજ્ઞાચક્ષુઓના ઓરકેસ્ટ્રા ગ્રૂપ દ્વારા દાંડિયારાસની રમઝટ તેમજ રાત્રે ૯ કલાકે ભોજન સમારોહ યોજાશે.

આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, જે.પી. જેસવાણી, અનિલભાઈ મહેતા, બાલકૃષ્ણભાઈ વીરસોડિયા, દેવકરણભાઈ આદ્રોજા અને ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ રવીન્દ્રભાઈ ત્રિવેદી અનવ વિસ્મય ત્રિવેદી કરશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text