મોરબી જિલ્લામાં ગામડાની સંખ્યા વધતા યોજનામાં વધુ ગ્રાન્ટ ફળવવી જરૂરી

- text


મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખે એ.ટી.વી.ટી.યોજના અને 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ વધુ ગ્રાન્ટ ફાળવવાની રજુઆત કરી

મોરબી : અગાઉ મોરબી તાલુકા બાદ જિલ્લો બન્યો હોય ગામોની સંખ્યામાં વધારી થયો હોવાથી આ નવા ભળેલા ગામોમાં વિકાસ કામો કરવા માટે સરકારની આ અંગેની યોજનામાં વધુ ગ્રાન્ટ ફાળવવા જરૂરિયાત ઉભી થઇ છે.તેથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખે એ.ટી.વિ. ટી.યોજના અને 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ મોરબી જિલ્લાના ગામો માટે વધુ ગ્રાન્ટ ફાળવવાની જિલ્લા પ્રભારી મંત્રીને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિદભાઈ વાસદડીયાએ જિલ્લા પ્રભારી મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના ગામોની હાલ 100થી વધુ સંખ્યા છે.ત્યારે ગામડા માટેની સરકારની યોજનાના નિયમ મુજબ 51થી વધુ 100 ગામો ધરાવતા તાલુકાને રૂ.1.25 કરોડ અને 100થી વધુ ગામો ધરાવતા તાલુકાને રૂ.1.50 કરોડ ફાળવવામાં આવે છે.ત્યારે મોરબી તાલુકો હવે જિલ્લો બનતા અનેક નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.નવી ગ્રામ પંચાયત અમલમાં આવવાથી મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની સંખ્યા થઈ છે.તેથી નિયમ મુજબ મોરબી તાલુકો સરકારની રૂ.1.50 કરોડની ગ્રાન્ટ મેળવવા માટે હકદાર બન્યો છે.આથી આ માટે સરકારની એ.ટી.વી.ટી.યોજના અને 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ વધુ ગ્રાન્ટ ફાળવવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text