મોરબીના રાજપર રોડ ઉપર ચાર દુકાનોના તાળા તૂટ્યા

- text


દુકાનોમાંથી માલમતા હાથ ન લાગતા તસ્કરો બાઇકની ચોરી કરી ગયા

મોરબી : મોરબી રાજપર રોડ પર એક શોપિંગમાં એન્જીનયરીગ સહિતની આજુબાજુની ઓફિસ સહિત ચાર દુકાનો નિશાચરોએ નિશાન બનાવીને દુકાનોના શટર અને તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો

જેમાં કોઈ પણ દુકાનો માં પાંચસો રૂપિયા થી વધુ રોકડ હાથ લાગી ન હતી પરંતુ આગળના શોપિંગમાંથી GJ 03 BH 0771 નમ્બરનું મોટરસાયકલ ચોરી ગયા હતાં જેમ જેમ ઠંડી નો પારો નીચો જતો જાય છે તેમ તેમ નિશાચરો દ્વારા પણ ચોરીની ઘટનાઓ ને અંજામ આપવામાં આવે છે જો કે આ દુકાનોમાં માલિકો દ્વારા કોઈ રોકડ રકમ રાખવામાં ન આવી હોય મોટી ચોરી થતા બચી ગઈ છે પરંતુ સાંઈરામ નરોલેક કલર,યસ ટ્રેડિગ ગંગા એન્જીનીયરીંગ સહિતની ચાર દુકાનો ને નિશાન બનાવવાઈ છે જેમાં માલિકો દ્વારા કોઈ રોકડ રકમની ચોરી ન થતા રાહતનો દમ લીધો છે આ બનાવના પગલે માલિકો દ્વારા પોલીસને જાણ કરવાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી પોલીસ આવે ત્યારે બાદ આગળ વધશે તેવું માલિકો દ્વારા જાણવા મળ્યું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text