મોરબીમાં વિવિધ વિભાગના કર્મચારીઓની હડતાલથી કરોડોનો ક્લિયરન્સ ઠપ્પ

- text


આંગણવાડી,બેંકો,પોસ્ટઓફિસ સહિતના કર્મચારી ની હડતાલથી કામ ખોરંભે ચડયુ

મોરબી : મોરબીમાં એલઆઈસી, આંગણવાડી, પોસ્ટ વિભાગ અને બેંકો નો કર્મચારીઓને પડત૨ પ્રશ્નને બે દિવસની હડતાલને કારણે કામ ખોરંભે ચડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.અને આ હડતાલથી કરોડોના ક્લિયરન્સ ઠપ્પ થઈ ગયા છે.

મોરબીમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા તા.૮ અને ૯ના રોજ પડતર પ્રશ્નને હડતાલ પાડવામાં આવી છે.જેમાં જીલ્લાની આંગણવાડીના ૧૪૦૦, પોસ્ટ વિભાગના ૧૭પ અને એલઆઈસીના ૩૫ તથા બેંકોના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે.આ કર્મચારીની હડતાલને કારણે આંગણવાડી, પોસ્ટ વિભાગ અને એલઆઈસી તથા બેંકોમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.તેથી લોકોની હાડમારી વધી રહી છે.આ ઉપરાંત આ તમામ વિભાગોમાં હડતાલથી કરોડોના ક્લિયરન્સ ઠપ્પ થઈ ગયા હોવાનુ જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text