મોરબીની સાયન્સ કોલેજમાં ડોનેશન ઉઘરાવવા મામલે વિધાર્થીઓનો કાળા વાવટા ફરકાવી વિરોધ

- text


300 વિદ્યાર્થીઓએ ડોનેશનની પહોંચ રાજ્યપાલ ,શિક્ષણમંત્રીને મોકલાવી ડોનેશન ફી પરત આપવાની માંગ કરી

મોરબી: મોરબીની સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ.1 હજારનું ડોનેશન ઉઘરાવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ ડોનેશનના વરોધમાં વિદ્યાર્થીઓએ કાળા વાવટા ફરકાવીને ઉગ્ર દેખાવો કર્યા હતા અને 300 વિદ્યાર્થીઓએ ડોનેશનની પહોંચ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીને મોકલાવી ડોનેશનની ફી પરત આપવાની માંગ કરી છે.

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજમાં ટ્રસ્ટી મંડળે વિધાર્થીઓ પાસેથી રૂ.1 હજાર ડોનેશન પેટે ઉઘરાવતા આ કોલેજના વિધાર્થીઆલમમાં ઘેરો રોષ વ્યાપી ગયો હતો. સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના ટ્રસ્ટી મંડળે ઉધરાવેલા ડોનેશનને ગેરકાયદે ગણાવીને એક તો કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ અપાતી ન હોયને ઉપરથી આ ડોનેશન ઉઘરાવતા આ બાબતનો વિરોધ નોંધવીને ત્રણ દિવસ પહેલા કલેક્ટરને આવેદન આપી જો ડોનેશન પરત ન કરાઇ તો કોલેજને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.આ જાહેરાતના પગલે પોલીસે કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો .તેથી વિદ્યાર્થીઓએ કાળા વાવટા ફરકાવી ડોનેશન ફીનો વિરોધ કર્યો હતો.સાથેસાથે 300 વિદ્યાર્થીઓએ ડોનેશન ફીની પહોંચ રાજ્યપાલ, શિક્ષણમંત્રી, કુલપતિ, કુલસચિવ સહિતનાને મોકલાવી કોલેજનું ટ્રસ્ટીમંડળ વિદ્યાર્થીઓ પાસેથી ગેકાયદે ડોનેશન ઉધરાવતું હોવાથી આ ડોનેશન ફીની રકમને પરત આપવાની માંગ કરી છે.

સ્ટાફના ખર્ચને પહોંચી વળવા વિદ્યાર્થીઓને ડોનેશન આપવાની વિનતી કરી હોવાનો ટ્રસ્ટીમંડલનો બચાવ.

વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો હતો કે કોલેજનું ટ્રસ્ટીમંડલ ફરજિયાતપણે વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન ઉધરાવે છે.અને ડોનેશન ફી ભરીએ તોજ પરીક્ષા ફી ભરી શકીએ તેવો ફરજિયાત નિર્ણય લાગુ કર્યો છે.સામે પક્ષે કોલેજના ટ્રસ્ટીમંડળે એવો બચાવ કર્યો હતો કે કોલેજમાં સરકાર તરફથી ઘણો સ્ટાફ ફળવાયો ન હોવાથી આ સ્ટાફના ખર્ચને પહોંચી વળવા જરૂરી અનુદાન આપવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. આ અનુદાન વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનું હોવાથી આ માટે માત્ર વિનંતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text

એમ.એમ.સાયન્સ કોલેજ સ્ટાફની મોટી અછત

એમ.એમ.સાયન્સ કોલેજમાં સ્ટાફની મોટી અછત છે.જેમાં 14 વર્ષથી લાઈબ્રેરીન નથી.8 મંજુર થયેલા પટ્ટાવાળામાંથી એકપણ પટ્ટાવાળા નથી.આ ઉપરાંત લેબ.આસી.ની 4 માંથી 2, સ્ટોરકીપર 1, ગેસ મિકેનિક 1 હેડ ક્લાર્ક 1 ,જુનિયર ક્લાર્ક 2, એકાઉન્ટ 2 જગ્યાઓ ખાલી છે.તેમજ પ્રોફેસરની પણ મોટી ઘટ છે.જેમાં મેથ્સના 4 માંથી 4 કેમેસ્ટ્રીના 14 માંથી 8 ખાલી ફિઝિકસમાં 7 માંથી 3 ખાલી બાયોલોજીના 3 માંથી 2 પ્રોફેસર ની જગ્યા ખાલી હોવાથી મોરબી જિલ્લાની આ એકમાત્ર સરકારી ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text