લીલાપર જોધપર રોડ ઉપર સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત : બેને ઇજા

- text


મોરબી : મોરબીના લીલાપર જોધપર રોડ ઉપર કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં બેને ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત સ્કુટરનો કડુસલો બોલી જવા પામ્યો હતો.

મોરબી તાલુકાના લીલાપર જોધપર રોડ ઉપર જોધપર ગામ નજીક આજે સેન્ટ્રો કાર અને સુઝુકી એક્સેસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો વચ્ચે થયેલ ધડાકાભેર ટકકરના કારણે એક્સેસનો કડુસલો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text