મોરબીમાં ત્રિપલ સવારી બાઇકને આઇસરે હડફેટે લીધુ : ત્રણેયને ઇજા

- text


મોરબી : મોરબીના ઉમિયા પાર્ટી પ્લોટ પાસે ત્રિપલ સવારી બાઇકને આઇસરે હડફેટે લેતા બાઇક સવાર ત્રણેય વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે બાઇક ચાલકે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના વિરપર ગામે રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ શનારીયા તેમના ભત્રીજા કિશન તેમજ નાનાભાઈ અશ્વિનને લઈને જીજે ૦૩ એચએમ ૫૨૩૭ નંબરના બાઇક પર ત્રિપલ સવારીમાં જતા હતા. ત્યારે મોરબીના ઉમિયા પાર્ટી પ્લોટ નજીક જીજે ૦૩ એચએમ ૫૨૩૭ નંબરના આઇસર ટેમ્પોએ તેમને હડફેટે લીધા હતા.

- text

પુરપાટ ઝડપે આવેલા આઇસરની હડફેટે આવી જતા બાઇક સવાર ત્રણેય વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઘટના સંદર્ભે પ્રદીપભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text