મોરબીના શોભેશ્ર્વર રોડ પર બેકાબુ કારની હડફેટે બે વિજપોલ ધારાશાયી

- text


સદનસીબે જાનહાની નહિ પણ વીજ પુરવઠો ખોરવાયો

મોરબી : મોરબીના સામાકાંઠે આજે બપોરના સમયે બેકાબુ બનેલી એક કારની હડફેટે બે વિજપોલ ચડી જતા બન્ને વિજપોલ જમીન દોસ્ત થઈ ગયા હતા.સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી. પરંતુ વીજપુરવઠો ખોરવાયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્ર્વર રોડ ઉપર મારુતિ ઝેન નામની કાર આજે બપોરના 3-30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહી હતી.અચાનક કોઈ કારણોસર કાર ચાલકે સ્ટીરીગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બની ગઈ હતી. અને બેકાબુ બનેલી કાર ધડાકાભેર રોડ પરના બે વીજ પોલ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં બન્ને વિજપોલ ધારાશાયી થઈ ગયા હતા.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.પરંતુ બે વિજપોલ પડી જવાથી આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગયાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text