ફૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં ગેસના ભાવ ન ઘટતા સિરામિક ઉદ્યોગને ફટકો

- text


ભયંકર મંદીને પગલે ૩૦ ટકા સિરામિક ફેકટરીઓ બંધ થવાને આરે : મામુલી ભાવ ઘટાડાને વખોડી કઢાયો

મોરબી : હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ તળિયે બેસી ગયા હોવા છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક કંપનીઓને અપાતા પાઇપલાઇન ગેસના ભાવમાં ઘટાડો ન કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ૩૦ ટકા કારખાના બંધ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી સીરામીક એસોસિએશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ હાલમાં મોરબીનો સિરામીક ઉધોગમા મંદીના વાદળો ઘેરાયેલ છે ત્યારે પેમેન્ટ આવવામા તકલીફ છે ત્યારે જો ગુજરાત ગેસ દ્વારા જે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટ મા ક્રુડ તેમજ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ , એલપીજી ગેસ ના ભાવ ઘટ્યા તેમ છતા ગુજરાત ગેસ દ્વારા ભાવમા ઘટાડોના કરાતા ઉધોગોની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી છે.

વધુમાં આ બાબતે ગુજરાત સરકાર મધ્યસ્થી કરીને ગુજરાત ગેસ મા ભાવ ઘટાડો કરાવે તો જ મોરબી નો સિરામીક ઉધોગ ટકી શકશે નહીતર આગામી સમયમા જીએસટી ભરવાના પણ ઉધોગકારો ને સાંસા હોય એકાદ મહિનામા ભયંકર મંદીના કારણે લગભગ ૩૦% ફેક્ટરીઓ બંધ થઇ જશે ત્યારે આવા કપરા સમયે મોરબી સિરામીક એશોસીએસન રાજ્ય સરકાર પાસે ભાવ ઘટાડા માટે આગળ આવે તેવી માંગણી કરેલ અને છેલ્લા એક મહીના થી ગુજરાત ગેસ કંપની દ્વારા વાતો થતી અને આશ્વાસન આપતા કે પાંચ રૂપીયા થી દસ રૂપીયા જેટલો ઘટાડો થશે પરંતુ આજે વાસ્તવિકતા મા ફકત ૧.૨૫ જેટલા ખાલી ભાવ ઘટાડી ને ગુજરાત ગેસ દ્વારા ઉધોગકારો સાથે મજાક કરી છે.

- text

જો કે આ ભાવ ધટાડાને સિરામીક ઉધોગકારો વખોડી કાઢે છે આ તકે જણાવવુ ઘટે કે ૧.૨૫ રૂપીયા જેટલુ તો ગેસના સીવી મા પણ દર વખતે બીલ ઉચુ આવે છે એટલે ઉધોગકારો ને કોઇ ફાયદો નથી અને લુંટાતા હોય તેવો અહેસાસ થાય છે કારણકે ટેન્કર દ્વારા સપ્લાય થતા પ્રોપેન અને એલપીજી મા અત્યારે ગુજરાત ગેસ કરતા ૧૦ રૂપીયા ઓછા છે અને મોરબી દરરોજ ના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે એટલે કે દરરોજ ના અઢી કરોડ ની સીધી નુકશાની ઉધોગકારો ભોગવે છે ત્યારે હવે જોવુ રહ્યુ કે ઉધોગને બચાવવા સરકાર દ્વારા ગેસ કંપનીને ક્યારે કહેવામા આવે છે.

 

- text