ક્રિસ્મસ કાર્નિવલને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ મોરબીવાસીઓનો આભાર : આજે છેલ્લો દિવસ

- text


વિઆન્સ ગ્રુપ આયોજિત ક્રિસમસ કાર્નિવલને હજારો લોકોએ પરિવાર સાથે મન ભરીને માણ્યો

મોરબી : મોરબીમાં ક્રિસમસ તહેવારને પગલે સૌ પ્રથમ વખત વિઆન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ ક્રિસમસ કાર્નિવલને મોરબીના લોકોએ મન ભરીને માણ્યો છે. કાર્નિવલના આયોજક વિઆન્સ ગ્રુપના સનીભાઈએ મોરબી ક્રિસ્મસ કાર્નિવલને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ મોરબીવાસીઓનો આભાર વ્યક્ત કરી આજે કાર્નિવલના અંતિમ દિવસે લોકોને પરિવાર સાથે લાભ લેવા અપીલ કરી છે.

મોરબીના વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા શહેરના રવાપર ચોકડી સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૯ વાગ્યા સુધી બાળકોથી લઈ મોટેરાઓ માટે શોપિંગ કમ ફેનફેર કમ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ માટે અનેરું આયોજન કરાતા મોરબીની શોખીન પ્રજાએ જબરો પ્રતિસાદ આપ્યો છે અને દરરોજ હરવા ફરવાની સાથે લોકોએ ધૂમ ખરીદી પણ કરી આકર્ષક યોજનાઓનો લાભ લીધો છે.

- text

ક્રિસમસ શોપિંગ કાર્નિવલ ફેસ્ટિવલને અભૂતપૂર્વ પ્રતિસાદ આપી સફળતા અપાવવા બદલ આયોજક અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના માલિક સન્નીભાઈએ સહયોગી વેપારીઓ અને મોરબીની શોખીન પ્રજાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરી આવનાર સમયમાં અન્ય આયોજનમાં પણ આવો જ પ્રતિસાદ આપવા અનુરોધ કર્યો હતો.

જો કે ક્રિસમસ કાર્નિવલનો આજે છેલ્લો દિવસ હોય સન્નીભાઈ ગાઢિયાએ આ કાર્નિવલની મજા માણવાનું ચુકી ગયા હોય તેવા મોરબીવાસીઓને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ છેલ્લી તકનો લાભ લેવા અપીલ કરી છે.

- text