બેસણું, લૌકિકક્રિયાને તિલાંજલિ મોરબી પાટીદાર પરિવાર દ્વારા વૈચારિક ક્રાંતિ

- text


આંદરણા ગામે જીવતા જગતિયું કરનાર વડીલની લૌકિક ક્રિયા બંધ રાખતો દેસાઈ પરિવાર

મોરબી : મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દ્વારા સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવા સુધારાવાદી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે જેમાં ચારેક માસ પૂર્વે આંદરણા ગામે જીવતા જગતિયું કરનાર વડીલના નિધન બાદ પરિવારજનો દ્વારા બેસણું અને લૌકિક ક્રિયાને તિલાંજલિ આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આંદરણા ગામના મોહનભાઈ જીવાભાઈ દેસાઈ ઉ.૯૫ દ્વારા પોતાના પરિજનો સમક્ષ જીવતા જગતિયું કરવા ઈચ્છા દર્શાવતા ગત તા.૫-૮-૨૦૧૮ ના રોજ તેમની ઈચ્છા મુજબ જીવતા જગતિયું કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે તા.૨૫ ડિસેમ્બરના રોજ મોહનબાપાનો દેહવિલય થયો હતો.

- text

બીજી તરફ દેસાઈ પરિવાર દ્વારા પિતાશ્રી નું જીવતું જગતિયું થઇ ગયેલ હોય બેસણું તથા લૌકિક ક્રિયાને તિલાંજલિ આપી હોવાનું તેમના પુત્ર મધુભાઈ મોહનભાઈ દેસાઈ, અરજણભાઇ મોહનભાઈ દેસાઇ તથા કાંતિભાઈ મોહનભાઈ દેસાઈએ જણાવી ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

- text