મોરબી : વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં તુલસી પૂજન દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીની વિનય ઇનટરનેશનલ સ્કૂલ શૈક્ષણિક મુલ્યો અને સામાજિક પ્રવૃતિ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસા ના જતન માટે હમેશા કાર્ય કરે છે. ત્યારે ભારતભર માં ૨૫ મી ડિસેમ્બર ‘તુલસી પૂજન દિવસ’ તરીકે ઉજવવા માં આવે છે. જેના ભાગ રૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલ માં ‘તુલસી પૂજન દિવસ’ ની ઉજવણી અલગ અંદાજ માં કરવા માં આવી હતી.

- text

જેની ઉજવણી માં સ્કૂલ માં તુલસી ના છોડ ની પૂજા નું મહત્વ સમજાવીને તુલસી પત્ર પ્રસાદ માં આપવામાં આવ્યા. વિધાર્થીઓ ને તુલસી ના ગુણો અને ફાયદા સમજાવવા માં આવ્યા હતા અને દરરોજ ૩-૪ તુલસી ના પત્ર ચાવવા અને તુલસી ના પવિત્ર છોડ ને ઉગાડીને જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

- text