મોરબી વી.એચ.પી જિલ્લા મંત્રી હસમુખ ગઢવીનો રૂપાણીને ખુલ્લો પત્ર

- text


મોરબી લીલાપર રોડના નવીનીકરણ બાબતે મોરબી વી.એચ.પી. મંત્રીએ સરકારનો કાન આમળ્યો

મોરબી : લીલાપરને મોરબીથી જોડતો મુખ્ય રોડ વર્ષોથી બન્યો નથી. આ રોડ જાણે કે મોરબીની હદમાં જ ન આવતો હોય એવું ઓરમાયું વર્તન તંત્રનું રહ્યું છે.લીલાપર રોડ અને આગળનો વિસ્તાર હાલમાં ગાઢ વસ્તી વાળા બનવા ઉપરાંત આ રોડ ઉપર અનેક સેવાકીય સંસ્થાઓ, યદુનંદન ગૌશાળા,સાત
હનુમાનની જગ્યા તેમજ નવનિર્મિત ગેસ આધારિત સ્મશાન ભૂમિ પણ આવેલી છે.વળી આ રોડ ઉપરથી જ અનેકોનેક પેપર મિલો આવેલી હોવાથી તેના ટ્રાફિક ઉપરાંત મિલ મજૂરોની આવન-જાવન પણ આ રોડ ઉપર વિશેષ પ્રમાણમાં રહે છે.વળી મોરબીથી મચ્છુ ૨ ડેમ જવા માટે પણ આ જ રોડ લાગુ પડે છે ત્યારે દેશ વિદેશના મુલાકાતીઓને પણ આ રોડ ઉપરથી જ પસાર થવું પડે છે ત્યારે આ બિસ્માર રોડની કાયાકલ્પ કરવી સમયની માંગ છે.

- text

હાલમાં આ ઉબડ ખાબડ રોડનું લેવલ આસપાસની જમીન કરતા નીચું હોવાથી ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાયેલું રહે છે.વી.એચ.પી મોરબી જિલ્લા મંત્રી હસમુખ ગઢવીએ આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને લીલાપર મોરબી રોડને સત્વરે આર.સી.સી.નો કરવાની માંગ કરી છે. આ અંગે વિવિધ આનુસંગિક વિભાગો સાથે પત્રવ્યવહાર કરી લોક સમસ્યાનું ત્વરિત નિવારણ લાવવા પ્રયત્નો આદર્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ પ્રશ્નનું ક્યારે નિરાકરણ કરે છે.

- text