મોરબી જીલ્લા મહેસુલી કર્મચારીઓની ચિંતન શિબીર યોજાઈ

- text


મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે આજે મોરબી જીલ્લા મહેસુલી વિભાગના કર્મચારીઓની ચિંતન શિબીર યોજાઈ હતી.જેમાં જીલ્લા કલેકટર માકડીયા, અધિક કલેકટર કેતન જોષી તથા અભિમન્યુ મોદી અને સ્વામી પરમાત્માનંદ તેમજ મહેસુલી વિભાગના ૨૩૦ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચિંતન શિબીરનો કલેકટર માકડીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાયો હતો.

- text

ચિંતન શિબીરમાં અભિમન્યુ મોદી અને સ્વામી પરમાત્માનંદએ કર્મચારીઓને પ્રેરણાત્મક રીતે સંબોધન કર્યું હતું। માનવતા દાખવી કુટુંબ ભાવના વિકસાવીને નિષ્ઠાપુર્વક તટસ્થતા યોગ્ય કામો કરવાનું સુચન કર્યું હતું.જ્યારે કલેક્ટર માકડીયાએ કર્મચારીઓને અરજદારોના કામો યોગ્ય રીતે ઝડપથી નિરાકરણ લાવવા અને અરજદારો હસ્તા મુખે વિદાય લે તેવું કાર્ય કરવાની શીખ આપી હતી.જયારે મોરબી પ્રાંત અધિકારી ખાચરે કાર્યક્ષમતા વધારવાની ટીપ્સ આપી હતી.મોરબી અધિક કલેકટર કેતન જોશી એ ગુડ ગવર્નન્સ અંગે માર્ગદર્શન આપ્યું હતું.વાંકાનેર પ્રાંત અધિકારી વસાવાએ ટેકનોલોજીનો કેવી રીતે લોકોના હિતમાં ઉપયોગ કરવો તે અંગે માહિતી પુરી પાડી હતી.હળવદના પ્રાંત અધિકારી પટેલે હ્યુમન રીસર્સ ડેવલપમેન્ટ અંગે ધારદાર વકતવ્ય આપ્યું હતું.કર્મચારીઓને કામને સ્પર્શતા પ્રશ્નો અંગે ક્વિઝ રાખવામાં આવી હતી.તેમજ કર્મચારીઓએ રજુ કરેલા મૂંઝવતા પ્રશ્નો અંગે અધિકારીઓએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

- text