હળવદના કોયબામાં અંગત અદાવતમાં યુવાનને રહેંસી નંખાયો હતો, આરોપીઓ પોલીસના હાથ વેંતમા

- text


હળવદ : હળવદના કોયબા ગામે ગતરાત્રીના ઘરેથી વાડીએ જવા નીકળેલા કોળી યુવાનને માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીકી દઇ અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતારી દેવા પ્રકરણમાં પોલીસને મહત્વપૂર્ણ કડી હાથ લાગી હોવાનું અને આરોપીઓ હાથ વેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

હળવદ તાલુકાના નાના એવા કોયબા ગામમાં ચકચાર મચાવનાર ઘટનામાં ગત રાત્રીના પોતાના ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળેલા જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળી ઉ.૨૨ નામના યુવાનની સવારે લાશ મળી આવી હતી અને અજાણ્યા શખ્સોએ જીતેન્દ્રને માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા આ મામલે હળવદ પીઆઈ એમ.આર.સોલંકી,
રમેશભાઈ, ગંભીરસિંહ સહિતનો કાફલો કોયબા દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ શરૂ કરતા અંગત અદાવતમાં યુવાનને રહેંસી નાંખવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

વધુમાં પોલીસને આ હત્યા કેસમાં મહત્વની કડીઓ મળી છે અને જૂની અંગત અદાવતમાં યુવાનને મોતને ઘાટ ઉતારાયાનું બહાર આવ્યું છે અને આરોપી પણ પોલીસની હાથવેંતમાં હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

- text